Loading...

વિશ્વના આ દેશોમાં ટેક્સી કરવી પણ છે મોંઘી, ઇટલીના વેનિસમાં 5 કિ.મી. માટે લેવાય છે 1899 રૂપિયા ભાડું

આપણે એવું માનતા હોઇએ છીએ કે ટેક્સીનો રેટ સામાન્ય જ હશે. જોકે વિશ્વના અમુક દેશોમાં એવું નથી

Divya Bhaskar Jul 30, 2018, 03:13 PM

યુટિલિટી ડેસ્કઃ લોકો કંઇક નવું જાણવા, જોવા અથવા તો પછી તણાવથી મુક્ત થવા માટે વિદેશ પ્રવાસનું આયોજન કરતા હોય છે. જ્યારે આ પ્રકારની ટૂરનું આયોજન કરવામાં આવે ત્યારે વિદેશમાં થનારા દિવસ દરમિયાનના ખર્ચની એક યાદી બનાવતા હોય છે. પરંતુ કેટલીકવાર તેમાં ટેક્સી અંગેના ખર્ચને આવરી લેવામાં આવતું નથી. આપણે એવું માનતા હોઇએ છીએ કે ટેક્સીનો રેટ સામાન્ય જ હશેને. જોકે વિશ્વના અમુક દેશોમાં એવું નથી. આજે અમે અહીં એવા જ કેટલાક દેશોના શહેરો અંગે જણાવી રહ્યાં છીએ, જેમાં કેટલાક શહેરોમાં ટેક્સી ભાડું મોંઘુ છે તો કેટલાક શહેરો એવા પણ છે જ્યાં ટેક્સી ભાડું સસ્તું છે. આ રેટ 5 કિ.મી.ના અંતરને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યો છે.

વિશ્વના આ શહેરોમાં મોંઘુ છે ટેક્સી ભાડું
વેનિસ સિટીઃ ઇટલીના વેનિસ સિટીમાં ટેક્સી ભાડું સૌથી મોંઘુ છે. જ્યાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 1899 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
ટોકિયોઃ જાપાનના ટોકિયો શહેરમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 1518 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
બ્યુ બેસિનઃ મોરેશિયસના બ્યુ બેસિન(Beau Bassin)માં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 1183 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
હોનોલુલુઃ અમેરિકાના સિટી હોનોલુલુમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 902 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
મિયામી સિટીઃ નોર્થ અમેરિકાના મિયામી સિટીમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 821 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
ટોર્નોટોઃ નોર્થ અમેરિકાના ટોર્નોટો શહેરમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 644 રૂપિયા ભાડું લેવામાં આવે છે.

વિશ્વના આ શહેરોમાં સસ્તુ છે ટેક્સી ભાડું

મોસ્કોઃ રશિયાના મોસ્કો સિટીમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 178 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
બેન્કોકઃ થાઇલેન્ડના બેન્કોકમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 135 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
મેક્સિકો સિટીઃ અમેરિકાના મેક્સિકો સિટીમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 125 રૂપિયા ભાડું લેવામાં આવે છે.
કૈરોઃ ઇજીપ્તના કૈરો સિટીમાં 5 કિ.મી.ના ટ્રાવેલ માટે 56 રૂપિયા ભાડું લેવામાં આવે છે.


સોર્સઃ મિન્ટ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: most expensive and cheapest taxi fares in this cities of the world
(News in Gujarati from Divya Bhaskar)