Loading...

માલદીવ ફરવા ગયેલા સૈફ-કરીના જે રિસોર્ટમાં રોકાયા છે, ત્યાં 1 રાતનું ભાડું છે એટલું કે એ પૈસાથી તમે ભારતમાં એક ફ્લેટ ખરીદી શકો, ફોટો થઇ રહ્યો છે વાયરલ

અમસ્તા જ આટલું મોઘું નથી આ રિસોર્ટ, ફેસિલિટી જાણીને થઇ જશો સરપ્રાઇઝ

Divyabhaskar.com | Updated -Sep 04, 2018, 06:21 PM

ટ્રાવેલ ડેસ્કઃ કરીના કપૂર હાલ પોતાના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. કરીનાની સાથે સોહા અલી અને કુણાલ ખેમુ પણ ગયા છે. ખાન ફેમિલી માલદીવના Soneva Fushi રિસોર્ટમાં રોકાયા છે. તેમણે અહીં પહોંચતી વેળાની સી-પ્લેનની તસવીરો શેર કરી છે. અમે જ્યારે આ રિસોર્ટની માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે તે માલદીવના સૌથી વૈભવી અને મોંઘા રિસોર્ટમાનું એક છે. અહીં 23 વૈભવી વિલા છે. તેમાં એક રાત રોકાવાનું ભાડું એટલું છે કે એ પૈસાથી તમે ભારતમાં એક નાનો ફ્લેટ ખરીદી શકો છો. કરીના અને સૈફ 2015માં પણ માલદીવમાં અહીં જ રોકાયા હતા. 

 

આઇલેન્ડથી ઘેરાયેલા આ બીચમાં સફેદ રેતી જ્યારે વાદળી રંગના પાણીની સાથે ચમકે છે ત્યારે ત્યાંનો નજારો જોવાલાયક હોય છે. અહીં ક્રૂઝનો અનુભવ પણ યાદગાર બની શકે છે. સિક્સ સેન્સ સ્પા, ગ્લાસ સ્ટૂડિયો, ધ ડેન, ફ્રીડાઇવિંગ, ડાઇવિંગ, ઇકો ફ્રેન્ડલી, સર્ફિંગ, સનસેટ ડોલ્ફિન ક્રૂઝ, પ્રાઇવેટ સેંડબેંક ઓવરનાઇટ એક્સ્પિરિયન્સ, એસ્ટ્રોનોમી ડિનર ક્રૂઝ, સીબોબ સાથે વોટર સ્પોર્ટ્સ પણ તમને આજીવન યાદ રહેશે. આ રિસોર્ટમાં પહોંચ્યા બાદ તમારે અન્ય ક્યાંય જવાની જરૂર રહેતી નથી, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. જોકે આ બધા માટે એક મોટી રકમ પણ ચૂકવવી પડે છે.

 

કેટલા રૂપિયામાં શરૂ થાય છે બુકિંગ
આ રિસોર્ટમાં 23 વૈભવી વિલા છે. 1 બેડરૂમવાળા વિલાનું બુકિંગ 81 હજાર રૂપિયા(પર નાઇટ)થી શરૂ થાય છે. આ અહીંનો સૌથી સસ્તો વિલા છે. સૌથી વૈભવી વિલામાં એક રાત રોકાવા માટે અંદાજે 16.63 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે અહીં ત્રણ રાત રોકાવા માટે તમારે 50 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

 

કયા વિલાનો કેટલો છે ચાર્જ
પ્રાઇવેટ રિઝર્વ

-તેમાં 9 બેડરૂમ હોય છે. આ 5540 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. અહીં ચિલ્ડ્રન્સ રૂમ, સ્પા વિથ સ્ટીમ રૂમ, મસાજ રૂમ, જીમ લૉંજ, ટીવી લૉંજ, સ્ટડી, પ્રાઇેટ પૂલ સાથે જ મોટો ડાઇનિંગ એરિયા છે.
- કોમ્પ્લિમેન્ટ્રી બ્રેકફાસ્ટ, 9 બેડરૂમ, પ્રાઇવેટ પૂલ, જીમ, સ્પા રૂમ મળે છે. તેની બુકિંગ 16 લાખ 63 હજાર 832 રૂપિયા નાઇટથી કરી શકાય છે.

 

વિલા 42
- અહીં કોમ્પ્લિમેન્ટ્રી બ્રેકફાસ્ટ મળે છે.
- 6 બેડરૂમ હશે.
- પૂલ, સ્પા, જીમની ફેસિલિટી મળશે.
- આ 2250 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે.
- તેનું બુકિંગ 13 લાખ 27 હજાર 36 રૂપિયામાં કરી શકાય છે.

 

જંગલ રિઝર્વ
- તેમાં કોમ્પ્લિમેન્ટ્રી બ્રેકફાસ્ટ હોય છે.
- 4 બેડરૂમ હોય છે.
- પ્રાઇવેટ પૂલ, સ્પા રૂમ, જીમની ફેસેલિટી પણ અહીં મળે છે.
-બીચફ્રન્ટ
- આ 1720 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે.
- તેનું બુકિંગ 9 લાખ 39 હજાર રૂપિયામાં કરી શકાય છે.

 

વિલા 15
- કોમ્પ્લિમેન્ટ્રી બ્રેકફાસ્ટ છે.
- 4 બેડરૂમ હોય છે.
- પ્રાઇવેટ પૂલ પણ છે.
- આ 2375 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે.
- તેનું બુકિંગ 9 લાખ 39 હજાર રૂપિયામાં કરી શકાય છે.

 

Crusoe વિલા
-કોમ્પ્લિમેન્ટ્રી બ્રેકફાસ્ટ હોય છે.
- 1 બેડરૂમ હોય છે.
- 235 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે.
- અહીં એક રાતનું ભાડું 81,700 રૂપિયાની આસપાસ છે.

 

કેવી રીતે પહોંચવું
- ગેસ્ટ માલે ઇન્ટરનેશનલ એરપોર્ટથી સી-પ્લેન થકી સીધા Soneva Fushi પહોંચી શકે છે. સી-પ્લેન માત્ર દિવસે જ મળી શકે છે. સાંજે 5 વાગ્યા બાદ તેને બંધ કરી દેવામાં આવે છે.
- ગેસ્ટ ડોમેસ્ટિક ફ્લાઇટ થકી પણ અહીં પહોંચી શકે છે. ફ્લાઇટ બાદ સ્પીડ બોટથી 15 મિનિટમાં રિસોર્ટ પહોંચી શકાય છે.
- અહીં પહોંચવાની છેલ્લી ડોમેસ્ટિક ફ્લાઇટ રાત્રે 11.15 વાગ્યા સુધી છે. તેનો સમય 30થી 40 મિનિટનો હોય છે.
- જોકે અહીં સી-પ્લેનથી જવાની એક અલગ મજા છે, કારણ કે તેમાં સુંદર નજારો જોવા મળે છે.
- રિસોર્ટમાં પ્રાઇવેટ એરપોર્ટ લૉંજની ફેસેલિટી પણ મળે છે.


(નોંધઃ અહીં જણાવવામાં આવેલા રેટ રિસોર્ટની ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે છે, તેના પર બુકિંગ કરવામાં આવી રહી છે. તેમાં ટેક્સ અને ફી સામેલ નથી. ટેક્સ સામેલ કરીને રિસોર્ટની એક નાઇટનું બુકિંગ અંદાજે 21 લાખ રૂપિયાની આસપાસ પહોંચે છે.)

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kareena on Maldives holiday with family, know how costly Soneva Fushi resort
(News in Gujarati from Divya Bhaskar)