સૈફ-કરીનાની માલદીવ ટૂરના ફોટો વાયરલઃ આ કારણથી હાલ સસ્તી પડી રહી છે માલદીવની ટૂર, આ સાઇટ તો આપે છે માલદીવ પેકેજમાં 80% સુધીનું ડિસ્કાઉન્ટ

ભારતીયોએ જતાં પહેલા વીઝા મેળવવાની જરૂર નથી, આટલા ઓછા ખર્ચે ફરી શકશો

Divyabhaskar.com Sep 05, 2018, 04:58 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન હાલ માલદીવમાં રજાઓ ગાળી રહ્યાં છે. તેમના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. માલદીવમાં ફરવાનો બેસ્ટ ટાઇમ નવેમ્બર અને એપ્રિલ છે. ડિસેમ્બરથી માર્ચની વચ્ચે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જોકે સપ્ટેમ્બરમાં અહીંનું વાતાવરણ સોહામણું હોય છે. 

 

અત્યારે માલદીવ જવાનો ફાયદો એ છે કે હાલના દિવસોમાં ટૂરિસ્ટ ઓછા હોય છે, તેથી ટ્રિપ સસ્તી થઇ શકે છે. રિસોર્ટમાં ઓછા પૈસે સરળતાથી બુકિંગ થઇ જાય છે. ઇન્ડિયન્સને અહીં આવવા માટે વીઝા લેવા પડતાં નથી. તમે માલે એરપોર્ટ પહોંચીને તમારા ડોક્યુમેન્ટ્સ દર્શાવી વીઝા લઇ શકો છો. ખાસ વાત એ છેકે અમુક વેબસાઇટ અત્યારે માલદીવ પેકેજ પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. 

 

કોણ આપી રહ્યું છે 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
orangetrips.com નામની વેબસાઇટ માલદીવના પેકેજ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ તમે 5 દિવસનું પેકેજ માત્ર 32,810 રૂપિયામાં બુક કરાવી શકો છો. જેમાં રિસોર્ટ પ્રમાણે બુકિંગ કરવામાં આવે છે. પેકેજમાં એર ફેર પણ સામેલ છે. કસ્ટમર્સ  અહીંથી Olhuveli રિસોર્ટ, Centara Ras fushi રિસોર્ટ, Conrad રિસોર્ટ, Ayada Maldives, Centara Grand રિસોર્ટ, Jumeirah Vittaveli રિસોર્ટ, Vilu Reef રિસોર્ટ, Meeru રિસોર્ટનું બુકિંગ કરાવી શકે છે. જેની સંપૂર્ણ માહિતી orangetrips.com પર જઇને લઇ શકો છો.

 

કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો ટૂર પેકેજ
તમે તમારી પસંદગી પ્રમાણે ટૂર પેકેજને કસ્ટમાઇઝ કરાવી શકો છો. જેમાં રિસોર્ટના બુકિંગથી લઇને ટ્રાવેલિંગ ટાઇમ, ડેસ્ટિનેશન્સ, ફૂડ દરેકને તમારી પસંદગી પ્રમાણે પ્લાન કરીને આપવામાં આવશે. ઓનલાઇન ટ્રાવેલ વેબસાઇટ્સ આ પ્રકારના પેકેજ ઓફર કરી રહી છે. સાથે જ ફિક્સ પેકેજ પણ કસ્ટમર્સને આપી રહી છે.

 

યાત્રા ડોટકોમ આપી રહી છે આ ઓફર
- યાત્રા ડોટકોમ 3 રાત અને 4 દિવસનું પેકેજ 56,990 રૂપિયામાં આપી રહી છે.
- એર ઇન્ડિયાની ફ્લાઇટથી બેંગાલુરુથી યાત્રા શરૂ થશે.
- હોટલમાં સ્ટે, ડેલી બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર પેકેજમાં સામેલ છે.
- સ્પીડ બોટ થકી રિટર્ન એરપોર્ટ ટ્રાન્સફરની ફેસેલિટી હશે.
- રિસોર્ટમાં સ્પીડ બોટ થકી લઇ જવામાં આવશે.
- તેનું બુકિંગ packages.yatra.com થકી કરાવી શકો છો.

Share
Next Story

માલદીવ ફરવા ગયેલા સૈફ-કરીના જે રિસોર્ટમાં રોકાયા છે, ત્યાં 1 રાતનું ભાડું છે એટલું કે એ પૈસાથી તમે ભારતમાં એક ફ્લેટ ખરીદી શકો, ફોટો થઇ રહ્યો છે વાયરલ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kareena Enjoy Vacation in Maldives, many sites giving huge diccount for maldives package
(News in Gujarati from Divya Bhaskar)