સસ્તો પ્લાન / કેરળ ફરવા જવાનો વિચાર હોય તો IRCTC લાવ્યું છે નવું ટૂર પેકેજ

  • IRCTCએ સેલેસ્ટિયલ કેરેલા નામનું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે
  • ત્રણ કે તેથી વધુ વ્યક્તિ હોવ તો ચાર્જીસ વ્યક્તિદીઠ 27,999 રૂપિયા થશે. 
  • છેલ્લા દિવસે યાત્રીઓને કુમારકોમ હાઉસ બોટમાં લઇ જવામાં આવશે
Divyabhaskar.com Apr 16, 2019, 04:25 PM IST
ટ્રાવેલ ડેસ્ક. IRCTC ભરતીય ટ્રાવેલર્સ માટે સંખ્યાબંધ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પેકેજ ઓફર સતત ચાલ્યા કરે છે. પરંતુ વેકેશનના માહોલની તો વાત જ અલગ હોય છે. હવે IRCTC સેલેસ્ટિયલ કેરેલા નામનું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે જે કેરળના પ્રવાસે લઇ જશે. જે લોકોએ કેરળનો ક્યારેય પ્રવાસ નથી કર્યો તે લોકોને આ ટૂર પેકેજ દ્વારા આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. પેકેજની વિગતો અને ભાવ સાંભળીને તેમને પણ વેકેશનમાં આ પેકેજમાં ફરવા જવાનું મન થશે. 

ટૂરના દિવસો અને કિંમત

  • 1.કેરળના ટૂર પેકેજની વાત કરીએ તો, 21મી મે, 2019થી થાય છે. આ પેકેજ કુલ 24 પેસેન્જર્સ માટે છે. સિંગલ વ્યક્તિ માટે 38,499, ડબલ માટે 30,099 છે. ત્રણ કે તેથી વધુ વ્યક્તિ હોવ તો ચાર્જીસ 27,999 રૂપિયા થશે.
  • 2.આ ટૂર છ દિવસની છે. જેમાં પહેલો દિવસ મુસાફરીમાં પસાર થાય છે, બીજા દિવસે મુન્નાર લઇ જવામાં આવે છે. ત્યાં હોટલમાં ચેક-ઇન બાદ ટી-મ્યુઝિયમની મુલાકાત કરવાનો લહાવો મળે છે. મુન્નારની ચા વિશ્વભરમાં વખણાય છે. ત્યાર બાદ સાંજના સમયે કેરળનું કલ્ચર રજૂ કરતા એક શોનું આયોજન કરવામાં આવે છે. 
  • 3.ત્યાર બાદ ત્રીજા દિવસે જાણીતા એરાવિકુલમ નેશનલ પાર્કની મુલાકાતનો મોકો મળશે. ત્યાંથી તમને મેટ્ટપટ્ટી ડેમ, ઇકો પોઇન્ટ અને કુંડલા લેક જેવી જાણીતી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર લઇ જવામાં આવશે. ચોથા દિવસે પેરિયાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની મુલાકાત કરાવામાં આવશે.
  • 4.છેલ્લા દિવસે યાત્રીઓને કુમારકોમ હાઉસ બોટમાં લઇ જવામાં આવશે. તમને હાઉસબોટમાં રહેવાનો, જમવાનો અને બેકવોટર્સમાં મહાલવોનો મોકો મળશે. આ અનુભવ કદાચ આખી ટૂરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તે સાથે હાઉસ બોટમાં એક રાત રહેવાનો મોકો મળશે. આ દિવસે તમે કોચિન પાછા ફરશો ત્યાં તમને સાઇટસીઇંગ કરવા મળશે આ શહેરમાં ઘણી જગ્યા જોવા જેવી છે. ત્યાર પછી કોચિનથી મુંબઇ ફ્લાઇટમાં પાછા પરવાનું થશે. 
Share
Next Story

અસુવિધા / જેટ એરવેઝની અમદાવાદથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટો બંધ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: IRCTC launch new tour package for kerala
(News in Gujarati from Divya Bhaskar)