આ દેશમાં ભારતના 5 હજાર રૂ.ની કિંમત છે 10 લાખ, મોજથી ફરી શકો છો આ સ્થળો

મંદિરો અને સમુદ્ર કિનારાના કારણે બાલી ભારતીય પ્રવાસીઓ માટે ઘણું જ લોકપ્રિય છે

Divyabhaskar.com Jun 02, 2018, 12:24 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડોનેશિયા સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. જંગલો થી લઇને સમુદ્ર કિનારા સુધી અને જ્વાળામુખીથી લઇને પ્રાચીન મંદિરો સુધી અનેક જોવાલાયક નજારાઓ અહીં જોવા મળે છે. મંદિરો અને સમુદ્ર કિનારાના કારણે બાલી ભારતીય પ્રવાસીઓ માટે ઘણું જ લોકપ્રિય છે.

 

ભારતીય કરન્સીનું વધારે છે મુલ્ય


ઇન્ડોનેશિયાની કરન્સી ઇન્ડોનેશિયન રૂપિયા છે. ત્યાં ભારતના એક રૂપિયાની કિંમત 205.94 ઇન્ડોનેશિયન રૂપિયા છે. જે પ્રમાણે જો તમારી પાસે 5 હજાર છે, તો તેની કિંમત ત્યાં 10 લાખ રૂપિયા બરાબર છે. તમે ઓછા બજેટમાં અહીં હરવા-ફરવાની મજા માણી શકો છો. તેમજ જો તમે ઇન્ડોનેશિયામાં શોપિંગ કરવા માગો છો તો ઘણી ઓછી કિંમતમાં તમે વસ્તુઓ ખરીદી શકો છો. 

 

ઇન્ડોનેશિયામાં આ ડેસ્ટિનેશન્સ જોવાનું ન ભૂલો


ઇન્ડોનેશિયામાં હરવા-ફરવાના અનેક સ્થળો છે. જ્યાં તમે તમારી પસંદને ધ્યાનમાં રાખીને જઇ શકો છો. 

 

બાલી


ઇન્ડોનેશિયાનું નામ આવતા જ સૌથી પહેલા બાલી યાદ આવે છે. જો તમે આર્ટ અને કલ્ચરમાં લગાવ ધરાવો છો, તો તમારે અવશ્ય બાલીની મુલાકાત લેવી જોઇએ. અહીં તમે સાનૂર બીચ અને તુલાંબેન આકર્ષી શકે છે. અહીં મંદિર, પેઇન્ટિંગ ઉપરાંત અનેક એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકો છો. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: indonasia top tourist destination for indian
(News in Gujarati from Divya Bhaskar)