યુટિલિટી ડેસ્કઃ ભારતીય રેલવેમાં મુસાફરી કરવાની એક અલગ જ મજા છે. કારણ કે મુસાફરી દરમિયાન અનેક એવી યાદગાર પળો આપણને મળતી હોય છે, જેને આપણે ક્યારેય ભૂલતા નથી અને તેને આપણે અન્યો સાથે પણ શૅર કરતા હોઇએ છીએ. તેમાં પણ ખાસ કરીને સ્ટેશન પર મળતા ફૂડ ભારતના દરેક રેલવે સ્ટેશન ત્યાં મળતા ફૂડના કારણે પણ જાણીતા છે. આજે અમે અહીં એવા જ 10 રેલવે સ્ટેશન અંગે જણાવી રહ્યાં છીએ. જો તમે ક્યારેક એ રેલવે સ્ટેશને જાઓ અથવા તમારા ટ્રાવેલ રૂટમાં એ સ્ટેશન આવતા હોય તો ત્યાં મળતા ફૂડનો સ્વાદ એકવાર અવશ્ય ચાખવો જોઇએ.
કોઝિકોડ હલવા, કાલિકટ, કેરળ
આ વાનગી કાલિકટમાં ખુબ જ જાણીતી છે. જો તમે ક્યારેય પણ કાલિકટ જાઓ તો એકવાર ત્યાંના ફેમસ હલવા અને બનાના ચિપ્સનો સ્વાદ ચાખવો જોઇએ. આ એક એવો અનુભવ રહેશે કે જેને તમે ક્યારેય પણ ભૂલી નહીં શકો.
ચિકન કટલેટ, હાવડા, પશ્ચિમ બંગાળ
જો તમે હાવડાની મુલાકાતે ગયા હોવ અને તેમાં પણ જો તમે હાવડા રેલવે સ્ટેશનની આસપાસ રહેતા હોવ કે તેની મુલાકાતે જાઓ ત્યારે એકવાર ત્યાં મળતી ચિકન કટલેટનો સ્વાદ ચાખવો જોઇએ. ચિકન કટલેટને ખાસ બનાવી દે છે તેની સાથે આપવામાં આવતી લીલી ચટણી.
પઝમ પોરી, પલક્કડ સ્ટેશન, કેરળ
તમે કોઇપણ સિઝનમાં કેરળના પલક્કડ સ્ટેશન જાઓ તો તમને આ સ્વાદિષ્ટ વાનગી ખાવા મળી શકે છે. આ વાનગીને બનાના ફ્રિટ્ટર્સ પણ કહેવામાં આવે છે.
અન્ય રેલવે સ્ટેશનના સ્વાદિષ્ટ ફૂડ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....