કેરળ-ગોવાથી સસ્તુ છે થાઇલેન્ડ-દુબઇ ફરવા જવું, 30 હજારમાં મળી જશે પેકેજ

દેશમાં કેરળ, આંદમાન નિકોબાર, ગોવા અથવા નોર્થ ઇસ્ટની સરખામણીએ આ દેશોમાં ફરવા જવાનું વધારે સસ્તુ છે

Divyabhaskar.com Sep 10, 2018, 03:56 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ કેરળ, આંદમાન-નિકોબાર, ગોવા અથવા નોર્થ ઇસ્ટ જેવા દેશના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કરતા ઓછી કિંમતમાં વિદેશનો પ્રવાસ કરી શકાય છે. જો તમે પહેલાંથી જ પ્લાનિંગ કરી રહ્યાં છો તો કામ સરળતાથી થઇ શકે છે. જેમાં થાઇલેન્ડ અને દુબઇ જેવા ડેસ્ટિનેશનનું નામ સૌથી ઉપર છે. બસ તમારે એ માટે 3-4 મહિના પહેલા બુકિંગ કરાવવું પડશે. તો ચાલો જાણીએ આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અંગે, જ્યાં તમે દેશના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કરતા ઓછી કિંમતમાં ટૂર કરી શકો છો. 

 

કેરળના પેકેજ બરોબર છે ફોરેન ટ્રીપ
દેશના સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કેરળ, નોર્થ ઇસ્ટ, આંદમાન નિકોબારના ટૂર પેકેજ પ્રતિ વ્યક્તિ 25થી 35 હજાર રૂપિયાની આસપાસ છે. આટલા જ ખર્ચમાં તમે ફોરન ડેસ્ટિનેશન જઇ શકો છો. અહીં અમે એવા જ દેશો અંગે જણાવી રહ્યાં છીએ. 

 

થાઇલેન્ડ
પેકેજ:
25000 રૂપિયા
ભારતીયો વચ્ચે થાઇલેન્ડની રાજધાની બેન્કોક ઘણી લોકપ્રિય છે. બેન્કોકને સૌથી સસ્તુ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 25 હજાર રૂપિયાના બજેટમાં બેન્કોક ફરવા જઇ શકો છો. અહીં ભારતીયોને વિઝા ઓન અરાઇવલની સુવિધા પણ મળે છે. થાઇલેન્ડમાં રહેવું, ખાવાનું બધુ તમારા બજેટમાં મળી જશે. અહીંના ઓટો ‘ટૂક-ટૂક’ની મુસાફરી કરવાનું ન ભૂલો. 
 
પ્લેનની ટિકિટઃ જો તમે બેન્કોક જવા માટે ફ્લાઇટ ટિકિટ 2-3 મહિના પહેલા બુક કરાવો છો તો દિલ્હીથી 15-17 હજાર રૂપિયામાં તમારું બુકિંગ થઇ જશે. તેમજ કેરળ માટે બુક કરાવો છો તો તેમાં 12થી 14 હજાર રૂપિયાની આસપાસ ખર્ચ થશે. 

 

બજેટ હોટલઃ અહીં ગ્રૃપ અથવા એકલા ફરવા જવા માટે બજેટ હોટલ છે. અહીં હોસ્ટેલ, સસ્તા બજેટમાં હોટલ 1573 રૂપિયાથી લઇને 3 હજાર રૂપિયામાં મળી જશે. તેને તમે તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો. 

 

પેકેજઃ 3 રાત અને 4 દિવસનું પેકેજ
ટૂર કોસ્ટ: પેકેજની શરૂઆત 30,000 રૂપિયા
વિઝા ઓન અરાઇવલઃ 1909 રૂપિયા
શું છે સામેલ – ફ્લાઇટ ટિકિટ, હોટલ, વિઝા ઓન અરાઇવલ

Share
Next Story

હિમાલયની ઘાટીમાં જોવા મળે છે અદભૂત બ્રહ્મકમલ: વર્ષમાં માત્ર એક રાત માટે ખીલે છે આ ફૂલ, જોવા માટે આવે છે પ્રવાસીઓ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dubai and thailand tour trip package cheapest then kerala and andaman
(News in Gujarati from Divya Bhaskar)