ફેરફાર / ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે

આ નવો નિયમ મેલ એક્સપ્રેસ ઉપરાંત રાજધાની અને શતાબ્દીમાં પણ લાગુ પડશે 

Divyabhaskar.com Apr 18, 2019, 09:14 AM IST
ટ્રાવેલ ડેસ્ક. રેલવેએ રિઝર્વેશનના નિયમમાં 1 મેથી વધુ એક ફેરફાર કર્યો છે. હવે પેસેન્જરો ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. અગાઉ પેસેન્જરોને બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે 24 કલાક પહેલા અરજી આપવી પડતી હતી. 

પેસેન્જરોએ 139 પર ફોન કરવો પડશે

  • 1.ટ્રેનમાં એડવાન્સ રિઝર્વેશન કરાવ્યા બાદ ઘણીવાર પેસેન્જર્સ મુસાફરી કરતા પહેલા જરૂરી કામથી અન્ય શહેરોમાં જતા હોય છે. ત્યારે તેમને નિર્ધારિત સમયે ટ્રેન પકડવાની ચિંતા હોય છે. આ સ્થિતિમાં ઘણીવાર તેઓ સમયસર સ્ટેશને ન પહોંચી શકતા ટીટીઈ ચેકિંગ દરમિયાન સીટ પર ગેરહાજર માની તેમની ટિકિટ અન્ય પેસેન્જરોને ફાળવી દેતા હતા. 
  • 2.રેલવેએ બહાર પાડેલા નવા આદેશ મુજબ હવે 1 મેથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતાં પહેલા એટલે કે 4 કલાક પહેલા પણ પેસેન્જરો બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે પેસેન્જરોએ 139 પર ફોન કરવો પડશે. એ જ રીતે સ્ટેશન મેનેજર, સ્ટેશન સુપરવાઈઝર કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)માં અરજી પણ આપી બોર્ડિગ સ્ટેશન બદલાવી શકે છે. 
  • 3.જો કે નવા નિયમ મુજબ બોર્ડિંગ સ્ટેશન બદવા છતાં તેમને રિફંડ આપવામાં નહીં આવે અથવા તેમની પાસે કોઈ વધારાનો ચાર્જ પણ લેવામાં નહીં આવે. આ નવો નિયમ મેલ એક્સપ્રેસ ઉપરાંત રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં પણ લાગુ થશે. 
Share
Next Story

અસુવિધા / વડોદરામાં બ્લોકના પગલે 19 ટ્રેન એકથી બે કલાક લૅટ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Boarding station can be changed 4 hours before departure of the train
(News in Gujarati from Divya Bhaskar)