સુવિધા / અમદાવાદમાં રહેતા લોકોએ ST બસ પકડવા માટે હવે ગીતામંદિર નહીં જવું પડે

  • એસપી રિંગ રોડ તેમજ નેશનલ હાઈવે- 8 પર નાના ચિલોડાથી નારોલ સુધી પિકઅપ-ડ્રોપ સુવિધા મળશે
  • વર્ષના અંત સુધીમાં બસોની સંખ્યા 10 હજાર સુધી પહોંચે તેવી શક્યતા
Divyabhaskar.com Apr 12, 2019, 12:42 PM IST
ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદના  લોકોને એસટી બસ પકડવા ગીતા મંદિર સુધી ન આવવું પડે તે માટે શહેર ફરતે આવેલા એસપી રિંગ રોડ પર તેમજ નેશનલ હાઈવે નંબર 8 પર નાના ચિલોડાથી નરોડા થઈ નારોલ સુધી તમામ મુખ્ય સર્કલ પર પિકઅપ-ડ્રોપ સુવિધા અપાઈ છે.

એસપી રિંગ રોડ પર સર્ક્યુલર રૂટ શરૂ કરાયો

  • 1.ગુજરાત એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને લોકોને સરળતાથી એસટી બસ મળી રહે તે માટે એસપી રિંગ રોડ પર સર્ક્યુલર રૂટ શરૂ કરાયો છે. 
  • 2.પેસેન્જરો ઝુંડાલ, શાંતિપુરા, સનાથલ, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, અસલાલી, નિકોલ, હંસપુરા, તપોવન સર્કલ સહિત અન્ય સર્કલથી આ સર્ક્યુલર રૂટની એસટી બસની સુવિધા મેળવી શકે છે.
  • 3.હાઈવે પર નાના ચિલોડા ઉપરાંત નરોડા, કૃષ્ણનગર, ઠક્કરબાપાનગર, રબારી કોલોની, સીટીએમ, જશોદા ચોકડી, નારોલ ખાતેથી પણ પેસેન્જરો એસટી બસની સુવિધા મેળવી શકે છે. આ સુવિધાના કારણે પેસેન્જરોને ગીતા મંદિર આવવાથી મુક્તિ મળશે. 
  • બસની સંખ્યા વધારી 10 હજાર કરાશે
    4.એસટી નિગમ હાલ 8400 બસ દોડાવે છે. નિગમ આગામી સમયમાં નરોડા વર્કશોપમાં વધુ બસોની બોડી તૈયાર કરાશે. વર્ષના અંત સુધીમાં બસોની સંખ્યા 10 હજાર સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજ્યના અન્ય બાકી રહેલા રૂટ પર તેમજ ભીડ વાળા રૂટ પર સંચાલન કરાશે. 
Share
Next Story

એરએશિયા / અમદાવાદથી બેંગકોક સીધી ફ્લાઈટ શરૂ, ભાડું માત્ર 5 હજાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ahmedabad Vasanis have to go to Geet Mandir now to catch ST bus
(News in Gujarati from Divya Bhaskar)