ટ્રાવેલ ડેસ્કઃ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC) ટૂરિઝમ હિરદ્વાર-ઋષિકેશ-અમૃત્તસર અને વૈષ્ણોદેવીનું ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. યાત્રા ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન થકી કરવામાં આવશે. ઉદયપુર, ચિત્તોડગઢ, ભિલવાડા, અજમેર, જયપુર, અલવર, રેવાડી અને દિલ્હી કેન્ટ ટ્રેનના બોર્ડિંગ અને ડી-બોર્ડિંગ પોઇન્ટ્સ હશે. જાણો પેકેજની સંપૂર્ણ જાણકારી.
ક્યારે શરૂ થશે ટૂર
- ટૂર 2 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધીની હશે.
- 2 ડિસેમ્બરે ઉદયપુરથી ટ્રેન ઉપડશે, 3જીએ હરિદ્વાર, 4થીએ ઋષિકેશ/હરિદ્વાર ફેરવવામાં આવશે.
- 5 ડિસેમ્બરે અમૃત્તસર ફેરવવામાં આવશે.
- 6 ડિસેમ્બરે વૈષ્ણોદેવીના દર્શન કરાવવામાં આવશે.
- 7 ડિસેમ્બરે ટ્રેન પરત આવવા નીકળી જશે.
પેકેજમાં શું-શું છે સામેલ
- ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં જર્ની કરવામાં આવશે.
- ધર્મશાળામાં રોકાવાની સુવિધા હશે.
- બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવામાં આવશે.
- ટ્રેનમાં સિક્યોરિટી ટીમ હશે.
- લોકલ એરિયામાં લોકેશન ફેરવવા માટે ગાડીની સુવિધા હશે.
- આ સંપૂર્ણ માટે એક મુસાફરે 7560 રૂપિયા ચૂકવવા પડશે.
આ રીતે કરો બુકિંગ
બુકિંગ કરાવવા માટે તમારે www.irctctourism.com જવાનું રહેશે. અહીં રેલ ટૂર્સના ઓપ્શન પર ક્લિક કરો. ક્લિક કરતા જ આખું ટૂર લિસ્ટ જોવા મળશે. VAISHNO DEVI YATRA NZBD231 પર જઇને બુકિંગ કરાવી શકો છો. આ માટે તમારે Book ઓપ્શન પર જવાનું રહેશે.