વિસંગતતા / ગુજરાત એસ.ટી.ની વોલ્વોના ઓનલાઈન અને બસની ટિકિટના ભાડામાં રૂપિયા 256 સુધીનો તફાવત

 • ભુજથી અમદાવાદનું ઓનલાઈન ભાડું વધારે દર્શાવે છે
 • ભુજથી સુરતનું ઓનલાઈન ભાડું 821 જ્યારે કંડક્ટરે આપેલી ટિકિટનું ભાડું 1347 રૂપિયા
Divyabhaskar.com Apr 13, 2019, 09:24 AM IST
ઓમકારસિંહ ઠાકુર(અમદાવાદ). એસટી નિગમની વોલ્વો સ્લીપર બસના ઓનલાઈન ભાડા અને કંડક્ટરે આપેલી ટિકિટના ભાડામાં તફાવત છે. ભૂજથી અમદાવાદ, અંકલેશ્વર સુરત અને મુલુંડ સુધીના ઓનલાઈન અને ટિકિટના ભાડામાં 29થી માંડી 256 રૂપિયા સુધીનો તફાવત જોવા મળ્યો છે. 

ભુજથી મુંબઈ અને અન્ય શહેરો વચ્ચેનું ભાડું

 • 1.ભુજથી અંકલેશ્વર વચ્ચે 530 કિમી અંતર છતાં ભાડું સુરત કરતાં વધુ દર્શાવે છે. ભૂજથી 844 કિલોમીટર દૂર આવેલા મુંબઈ મુલુંડનું વોલ્વો સ્લીપરનું ઓનલાઈન
  ભાડું 1281 રૂપિયા છે જ્યારે કંડક્ટરે આપેલી ટિકિટ (ઇબીટીએમ)નું ભાડું 1802 રૂપિયા છે. 
 • 2.તો ભુજથી 591 કિલોમીટર દૂર સુરતનું ઓનલાઈન ભાડું 821 જ્યારે કંડક્ટરે આપેલી ટિકિટનું ભાડું 1347 રૂપિયા છે. ભુજથી અંકલેશ્વરનું અંતર 530 કિલોમીટર છે.  તેનું ભાડું સુરત કરતા વધુ છે.
 • ઉનાનું ભાડું 716 દીવનું રૂ. 529
  3.અમદાવાદથી 354 કિમી દૂર ઉનાનું ભાડું 716 છે. અમદાવાદથી 370 કિમી દૂર દીવનું ભાડું 529 છે. ઉનાથી દીવનું અંતર 16 કિમી વધુ છતાં દીવનું ભાડું 187 ઓછું છે.  
 • ભુજથી અન્ય શહેરો વચ્ચેનું અંતર અને ભાડું
  4.

   

  શહેર અંતર(કિમી) ઓનલાઈનભાડું ઇબીટીએમ ભાડું 
  મુલુંડ 844 1281 1802 
  અંકલેશ્વર 530 1256 1217
  સુરત 591 821 1347 
  અમદાવાદ 330 802 773
Share
Next Story

સુવિધા / અમદાવાદમાં રહેતા લોકોએ ST બસ પકડવા માટે હવે ગીતામંદિર નહીં જવું પડે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: GSRTC volvo online and offline bus ticket rentals magore different
(News in Gujarati from Divya Bhaskar)