હોલિડે / વેકેશનમાં દાર્જિલિંગ ફરવા જાવ તેની સાથે IRCTCના પેકેજનો લાભ લો

  • IRCTC માર્વલ ઓફ ઈસ્ટ નામથી સ્પેશિયલ સમર પેકેજ લઈને આવ્યું છે
  • ભારતની બે સૌથી સુંદર જગ્યાઓ ગંગટોક અને દાર્જિલિંગની સફર કરાવશે
  • આ ટુર 11 જૂનથી 16 જૂન સુધી 5 રાત અને 6 દિવસની છે
Divyabhaskar.com Apr 10, 2019, 01:33 PM IST
ટ્રાવેલ ડેસ્ક. વેકેશનમાં ફરવા જવું દરેકને ગમે છે, બાળકોને તો ફરવાનો શોખ હોય તેની સાથે મોટા પણ રોજની ભાગદોડમાંથી શાંતિ માટે થઇને ફરવા જવાનો વિચાર કરે છે. ફરવાનો વિચાર આવે, તેની સાથે બજેટ પણ નક્કી કરવું જરૂરી છે. તો બજેટમાં પરવડે તેવી જગ્યાએ ફરવા જવાનો લાહવો મળે તો ? IRCTC (Indian Railway Catering and Tourism Corporation)માર્વલ ઓફ ઈસ્ટ નામથી સ્પેશિયલ સમર પેકેજ લઈને આવ્યું છે. જેમાં ભારતની બે સૌથી સુંદર જગ્યાઓ ગંગટોક અને દાર્જિલિંગની સફર કરાવશે. આ બંને નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની સૌથી સુંદર જગ્યાઓ છે. સમર ફેમિલી હોલિડે માટે ડેસ્ટિનેશન સારુ છે. ઇન્ડિયન રેલવે આ પેકેજ પરવડે તેવા ભાવમાં આપી રહ્યું છે.

IRCTCના પેકેજ વિશે માહિતી

  • 1.IRCTCના પેકેજની વાત કરીએ તો આ પેકેજનું નામ માર્વલ ઓફ ઇસ્ટ છે. આ ટુર 11 જૂનથી 16 જૂન સુધી 5 રાત અને 6 દિવસની છે. આ સફર ઇન્ડિગો ફ્લાઇટના કમ્ફર્ટ ક્લાસમાં થશે. 
  • ફ્લાઇટની વિગત અને સમય
    2.ફ્લાઇટ વિશેની વિગતો આપીએ તો, Indigo 6E 726 સવારે 6.20 વાગે બિજ્જૂ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ ભુવનેશ્વરથી ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 7.20 વાગે પહોંચાડશે. ત્યાર બાદ Indigo 6E 958 સવારે 10.40 વાગે સુગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટથી 11.40 વાગે બાગડોરા એરપોર્ટ, દાર્જિલિંગ પહોંચાડશે. Indigo 6E 534 બાગડોરા એરપોર્ટ સાંજે 4.35 થી કોલકતા એરપોર્ટ સાંજે 5.45એ પહોંચાડશે, Indigo 6E 6869 કોલકતા એરપોર્ટ સાંજે 7.50થી રાત્રે9.05એ ભુવનેશ્વર પહોંચશે. 
  • ફરવાના સ્થળો
    3.પહેલા દિવસે એટલે કે 11 જૂને ભુવનેશ્વરથી ફ્લાઇટ ઉપડશે અને બાગડોરા થઇને કાલિંપોંગ પહોંચશો. બીજા દિવસે 12 જૂને કાલિંપોંગમાં ફર્યા બાદ ગંગટોક જવા નીકળવાનું રહેશે. ત્રીજા દિવસે (13 જૂન) સોમોગો તળાવ અને બાબા હરભજન સિંહ મોમોરિયલ ટ્રીપ જોવા જવાનું રહેશે. ત્યાર બાદ 14 જૂન ગંગટોકમાં ફર્યા બાદ દાર્જિલિંગ જવા નીકળવાનું રહેશે. પાંચમાં દિવસે આખો દિવસ દાર્જિંલિંગમાં ફરવાનો તથા કુદરતી સુંદરતાને જોવાનો લહાવો મળશે. છઠ્ઠા અને અંતિમ દિવસે ફ્લાઇટ મારફતે ભુવનેશ્વર પરત ફરવાનું રહેશે. આ ઉપરાંત ભુવનેશ્વરથી જે તે શહેર માટે ફ્લાઇટ કે રેલવે મારફતે જઇ તમે શકો છો, જેનો ખર્ચ આ પેકેજમાં ગણવામાં આવતો નથી. આ પેકેજનો ખર્ચ 25થી 30 હજાર થશે. 
Share
Next Story

અસુવિધા / સ્પાઇસ જેટનું બોઇંગ ગ્રાઉન્ડેડ કરાતાં 13 ફ્લાઇટ મોડી પડી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Take Darling for vacation, take advantage of IRCTC's package with it
(News in Gujarati from Divya Bhaskar)