એરએશિયા / અમદાવાદથી બેંગકોક સીધી ફ્લાઈટ શરૂ, ભાડું માત્ર 5 હજાર

  • 31 મેથી સપ્તાહમાં ચાર દિવસ સેવા શરુ થશે
  • આ ફ્લાઈટ માટે એર એશિયાએ રૂ.4999 ઓલ ઇન પ્રમોશનલ વનવે ભાડું રાખ્યું
  • પેસેન્જરે લગેજ અને ફૂડ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે
Divyabhaskar.com Apr 10, 2019, 08:32 AM IST
ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદથી થાઈલેન્ડના પાટનગર બેંગકોક માટે એર એશિયાએ નોન સ્ટોપ ફ્લાઈટની જાહેરાત કરી છે. 31 મેથી શરૂ થનારી આ નવી ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે જશે. શરૂઆતમાં 4 ફેબ્રુઆરી 2020 સુધી આ ફ્લાઈટ માટે એર એશિયાએ રૂ.4999 ઓલ ઇન પ્રમોશનલ વનવે ભાડું રાખ્યું છે. જો કે પેસેન્જરે લગેજ અને ફૂડ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. 

ટૂંક સમયમાં અમદાવાદથી ક્વાલાલમ્પુરની ફ્લાઈટ શરૂ થશે

  • 1.એર એશિયા ઇન્ડિયાના માર્કેટિંગ હેડ રાજકુમાર પરનથમને જણાવ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો બેંગકોક, પતાયા સહિત થાઈલેન્ડ ફરવા
    જાય છે. અમદાવાદથી બેંગકોક માટે એર એશિયા દ્વારા 180 સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે. આગામી દિવસોમાં અમદાવાદથી ક્વાલાલમ્પુરની ફ્લાઈટ શરૂ થશે.
  • ફ્લાઇટનો સમય
    2.એફડી144 બેંગકોક ફ્લાઈટ અમદાવાદથી સાંજે 7 વાગ્યે ઉપડી રાત્રે 9.50એ પહોંચશે.
  • 3.એફડી145 ફ્લાઈટ અમદાવાદથી રાત્રે 10.20એ ઉપડી સવારે 4.50 કલાકે બેંગકોક પહોંચશે. 
Share
Next Story

હોલિડે / વેકેશનમાં દાર્જિલિંગ ફરવા જાવ તેની સાથે IRCTCના પેકેજનો લાભ લો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Starting from Ahmedabad to Bangkok directly
(News in Gujarati from Divya Bhaskar)