અસુવિધા / સ્પાઇસ જેટનું બોઇંગ ગ્રાઉન્ડેડ કરાતાં 13 ફ્લાઇટ મોડી પડી

 • સ્પાઇસ જેટની 9 ફલાઇટ સહિત 13 ફલાઇટો 1 કલાકથી 2.30 કલાક મોડી પડી હતી
 • આ ફ્લાઇટ મોડી પડવાના કારણે ચાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર અસર
Divyabhaskar.com Apr 08, 2019, 04:35 PM IST
ટ્રાવેલ ડેસ્ક. સ્પાઇસ જેટનું બોઇગ એરક્રાફટ ગ્રાઉન્ડેડ થયા બાદ રવિવારે અમદાવાદથી ઉપડતી અનેક ફલાઇટો મોડી પડી હતી. જેમાં સ્પાઇસ જેટની 9 ફલાઇટ સહિત 13 ફલાઇટો 1 કલાક થી 2.30 કલાક મોડી પડી હતી. જેમાં સ્પાઇસ જેટની બેંગલુરૂ - અમદાવાદ વચ્ચેની ફલાઇટ 6 કલાકથી વધુ સમય સુધી મોડી પડી હતી. આ ઘટનાથી 4 જેટલી ઇન્ટરનેશનલ ફલાઇટના સિડ્યુલને પણ અસર પડી હતી અને આ ફ્લાઇટો લેટ પડી હતી. 

અમદાવાદથી ઊપડતી ફ્લાઇટ 1થી 6 કલાક મોડી પડી

 • 1.
  કઇ એરલાઇન્સ    ફલાઇટ    મોડી પડી 
  એર ઇન્ડિયા અમદાવાદ- મુંબઇ 2.40 
  સ્પાઇસ જેટ અમદાવાદ- મુંબઇ 1.00 
  એમિરેટ  અમદાવાદ- દુબઇ 1.30
  સ્પાઇસ જેટ અમદાવાદ - દિલ્હી  1.45
  ઇન્ડિગો  અમદાવાદ-મુંબઇ 2.10 
  ઇન્ડિગો  અમદાવાદ- પુણે 1.30 
  સ્પાઇસ જેટ અમદાવાદ- દુબઇ 1.20 
  સ્પાઇસ જેટ દિલ્હી - અમદાવાદ 1.35
  સ્પાઇસ જેટ બેંગલુરૂ - અમદાવાદ 6.10 
  સ્પાઇસ જેટ દુબઇ- અમદાવાદ 2.25 
  સ્પાઇસ જેટ અમદાવાદ-મસ્કત 0.55 
  સ્પાઇસ જેટ અમદાવાદ-બેંગલુરૂ 2.45 
  સ્પાઇસ જેટ બેંગકોક- અમદાવાદ  1.30 

   

 • બોઇંગ પર અગાઉ પ્રતિબંધ મૂકાયો છે
  2.બોંઇગ એરક્રાફટ પર પ્રતિબંધ બાદ આ સમસ્યા વધુ સર્જાઇ છે. બોંઇગ 737 મેક્સ એરક્રાફટમાં ટેકનિકલ ખામી જણાતા ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશને આ એરક્રાફટ પર પ્રતિબંધ મુકી દીધો છે. 
Share
Next Story

સુવિધા / ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓ માટે મુંબઈ- ગુજરાતથી 19 સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SpiceJet has 13 flights late in the Boeing-bound ground
(News in Gujarati from Divya Bhaskar)