સુવિધા / ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓ માટે મુંબઈ- ગુજરાતથી 19 સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

  • બાંદરાથી ભગત કી કોઠી અને અલાહાબાદ ચૌકી સુધી 2 વધુ સમર સ્પે.ટ્રેનની જાહેરાત
  • આ ટ્રેન મધરાત્રે 01.15 કલાકે ચર્ચગેટથી ઊપડીને 02.50 કલાકે વિરાર પહોંચશે
Divyabhaskar.com Apr 08, 2019, 04:25 PM IST
ટ્રાવેલ ડેસ્ક. ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓની સુવિધા માટે અને વધારાનો ધસારો ઓછો કરવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ, અમદાવાદ, ગાંધીધામ, ઉધના અને ઈન્દોરથી દેશના વિવિધ ભાગો સુધી 19 સમર સ્પેશિયલ ટ્રેનની 390 સેવાઓ જાહેર કરી છે. આ વિવિધ ભાગોમાં નવી દિલ્હી, જમ્મુ તાવી, જયપુર, ગોરખપુર, પટના, અમૃતસર, છાપ્રા, આગ્રા, મેન્ગલોર, લખનૌ અને ગાઝીપુર શહેરનો સમાવેશ થાય છે. ઉપરાંત બાંદરાથી ભગત કી કોઠી અને અલાહાબાદ ચૌકી સુધી 2 વધુ સમર સ્પેશિયલ ટ્રેનની 40 સેવા પણ જાહેર કરવામાં આવી છે.

21 ટ્રેનો સમર સ્પેશિયલ રહેશે

  • 1.આ નવી ટ્રેનો સાથે 430 સેવા સાથે 21 ટ્રેનો સમર સ્પેશિયલ રહેશે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી રવીંદર ભાકરે જણાવ્યું હતું. બાંદરા- ભગત કી કોઠી (દ્વિ- સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનની 16 સેવા રહેશે, જેનું ભાડું પણ વિશેષ રહેશે. તે બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ભિલડી, ધનેરા, રાનીવારા, મારવાડ ભિનમાલ, મોડરન, જાલોર, મોકલસર, સમદારી જંકશન ખાતે બંને દિ‌શામાં થોભશે.
  • 2.આ ટ્રેન 3જી એપ્રિલથી શરૂ થઇ હતી જે 28મી એપ્રિલ સુધી દોડશે. બાંદરાથી અલાહાબાદ ચૌકી (સાપ્તાહિત) વિશેષ ટ્રેનની 24 સેવા રહેશે, જેનું પણ વિશેષ ભાડું રહેશે. તે બોરીવસી, વાપી, વલસાડ, ઉધના સહિતનાં સ્ટેશનો પર બંને દિશામાં થોભશે.
  • IPL માટે વિશેષ ટ્રેન
    3.દરમિયાન આઈપીએલની સીઝન શરૂ થઈ હોવાથી વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા આવતા હજારો રસિકોની સુવિધા માટે ચર્ચગેટથી વિરાર વચ્ચે 10-11 એપ્રિલ, 15-16 એપ્રિલ, 2-3 મે, 5-6 મેની રાત્રે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે. 
  • 4.આ ટ્રેન મધરાત્રે 01.15 કલાકે ચર્ચગેટથી ઊપડીને 02.50 કલાકે વિરાર પહોંચશે. આ ટ્રેન બધાં સ્ટેશનો પર થોભશે.
Share
Next Story

યોજના / સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓએ ટોલ ટેકસ ભરવો પડશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mumbai-Gujarat Special Train will run 19th Summer Special
(News in Gujarati from Divya Bhaskar)