સ્ટડી / જે મહિલાઓનો 3કે તેથી વધુ વખત ગર્ભપાત થયો હતો, તેમના પતિઓને યોગ કરાવવામાં આવ્યા અને 7 મહિલાઓ માતા બની

  • સ્વસ્થ રહેવા સિવાય સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે પણ મદદગાર બની રહ્યું છે યોગ અને મેડિટેશન
  • AIMSમાં 30 પુરુષો પર 21 દિવસ સુધી કરવામાં આવ્યો અભ્યાસ, યોગથી સ્પર્મ કાઉન્ટમાં થયો વધારો
Divyabhaskar.com Apr 23, 2019, 11:47 AM IST

હેલ્થ ડેસ્કઃ યોગ અને મેડિટેશન દ્વારા તંદુરસ્ત રહી શકાય એવું ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ ભાગ્યે જ ક્યારેક સાંભળ્યું હશે કે યોગ કરીને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મેળવી શકાય છે. દિલ્હીની AIMS હોસ્પિટલમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પુરુષ દ્વારા યોગ અને મેડિટેશન કરવાનો સકારાત્મક અસર તેના ખરાબ થતા DNA, RNA, પ્રોગ્રેસિવ મોટિલ (વીર્ય) વગેરે જેવી તમામ વસ્તુઓ પર પડે છે, જેના દ્વારા એક મહિલા ગર્ભવતી થઇને સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે.


આ અભ્યાસ પછી 7 મહિલાઓએ સામાન્ય રીતે સ્વસ્થ બાળકને જન્મ પણ આપ્યો. આ સ્ટડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના રિચર્સ જર્નલ આઈજેએમઆર અને એશિયન પેસિફિક જર્નલ ઓફ કેન્સ પ્રિવેન્શનમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આ અભ્યાસ એ મહિલાઓના પતિ પર કરવામાં આવ્યો, જેમનો ત્રણ કે તેથી વધુ વખત પ્રેગ્નેન્સીના 20 અઠવાડિયાની અંદર ગર્ભપાત થઈ ગયો હતો. 30 પુરુષો પર 21 દિવસ સુધી કરવામાં આવેલા આ અભ્યાસ પછી આ ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં.


એમ્સમાં 30 પુરુષો પર 21 દિવસ સુધી કરવામાં આવ્યો અભ્યાસ, યોગથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થયો 
પ્રોગેસિવ મોટિલમાં વધારો થવાની સાથે DNA અને RNAમાં પણ સુધારો જોવા મળ્યો. અભ્યાસ દરમિયાન તેમને દરરોજ 1 કલાક યોગાસન અને મેડિટેશન કરાવવામાં આવ્યું. તેમાં લગભગ 10 પ્રકારના આસન અને 5 પ્રકારના પ્રાણાયામ સામેલ હતા. ત્યારબાદ અભ્યાસના પરિણામોમાં જણાવવામાં આવ્યું કે યોગાસન અને પ્રાણાયામથી DNAની ક્વોલિટી અને RNAમાં સુધારો જોવા મળ્યો. આ દરમિયાન પુરુષોને સૂર્ય નમસ્કાર, તાડાસન, અર્ધચક્રાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, પશ્ચિમોતાનાસન, ભુજંગાસન, મત્સાયન, કપાલભાતિ, ભ્રામરી અને શવાસન જેવા આસનો કરાવવામાં આવ્યાં હતાં.


DNA-RNAમાં સુધારો લાવવા મદદગાર બન્યા યોગ
આ અભ્યાસ બાદ ડોક્ટર્સે એવું પણ જણાવ્યું કે, ઘણાં સંશોધનોથી જાણવા મળ્યું છે કે પ્રેગ્નેન્ટ થયાના 20 અઠવાડિયાની અંદર 3 કે તેથી વધુ વખત જો મહિલાનો ગર્ભપાત થઈ જતો હોય તો તેનું કારણ પુરુષ પણ હોઈ શકે છે. અભ્યાસમાં સામેલ પુરુષોને 21 દિવસ સુધી યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરાવવામાં આવી. તેમના સ્પર્મ કાઉન્ટ અને પ્રોગ્રેસિવ મોટિલમાં વધારો થયો છે. યોગ અને પ્રાણાયામ DNA અને RNA ડેમેજ સુધારવામાં સહાયક રહ્યાં છે. તેનાથી મહિલા ગર્ભવતી થયા બાદ સરળ રીતે સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે.

Next Story

સારસંભાળ / ગર્ભાવસ્થા દરમિયાન આરામ કરવાથી નોર્મલ પ્રસૂતિ ન થાય તે માન્યતા ખોટી, તણાવમુક્ત આરામ જરૂરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: yoga and meditation are also helping for pregnant women
(News in Gujarati from Divya Bhaskar)