વર્લ્ડ હેમોફિલિઆ ડે / હેમોફિલિઆથી પીડિત દર્દી એસ્પિરિન કે નોન સ્ટિરોઇડ લેવાથી બચો અને હંમેશાં ડોક્ટરનો નંબર સાથે રાખો

  • હેમોફિલિઆના દર્દીઓમાં લોહી ન ગંઠાઈ શકવાને કારણે જીવનું જોખમ વધી જાય છે
  • આ રોગની સંપૂર્ણ સારવાર શક્ય નથી. પરંતુ સાવચેત રહીને જીવનું જોખમ ઘટાડી શકાય છે.
     
Divyabhaskar.com Apr 17, 2019, 05:36 PM IST

હેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે ઈજા થવાથી અથવા ચામડીમાં ચીરો પડવાથી લોહી વહે છે. થોડા સમય બાદ ગંઠાઈને લોહી જામી જાય છે અને લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. પરંતુ હેમોફિલિઆના દર્દીમાં આવું નથી થતું. આ રોગના દર્દીમાં સતત લોહી નીકળ્યા કરે છે અને આથી જ મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. તેના કિસ્સા પુરુષોમાં વધુ જોવા મળે છે. હેમોફિલિઆની સંપૂર્ણ સારવાર શક્ય નથી. પરંતુ કેટલીક સારવાર અને સાવધાની વર્તીને જીવનું જોખમ ઘટાડી શકાય છે. દર વર્ષે લોકોને જાગૃત કરવા માટે 17 એપ્રિલના રોજ 'વર્લ્ડ હેમોફિલિઆ દિવસ' ઉજવવામાં આવે છે.


શું છે હેમોફિલિઆનાં કારણો?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હેમોફિલિઆનું કારણ લોહીમાં પ્રોટીનનો અભાવ છે, જેને 'ક્લોટિંગ ફેક્ટર' કહેવાય છે. ક્લોટિંગ ફેક્ટરની વિશેષતા એ છે કે તે વહેતા લોહીને ગંઠિત કરી તેના પ્રવાહને અટકાવે છે. આ રોગ લોહીમાં થ્રોમ્બોપ્લાસ્ટિન નામના પદાર્થની અછતને કારણે થાય છે. થ્રોમ્બોપ્લાસ્ટિનમાં લોહીને તરત જ ગંઠાઈ જવાની ક્ષમતા રહેલી હોય છે. લોહીમાં તેની ગેરહાજરીથી લોહીનો પ્રવાહ રોકાતો નથી. હેમોફિલિઆના બે પ્રકારો છે, એ અને બી. હેમોફિલિઆ-એ અને બી ધરાવતા લોકોમાં અન્ય લોકોની તુલનામાં લાંબા ગાળા સુધી રક્તસ્રાવ થાય છે.

 

હેમોફિલિઆના દર્દીએ આટલું ધ્યાન રાખવું જોઇએ

કોઇપણ પ્રકારની સારવાર લેતા સમયે ડોક્ટરને સૌથી પહેલા આ રોગની જાણકારી આપો. એસ્પિરિન કે નોન સ્ટિરોઇડ દવા લેવાથી બચો. હેપટાઇટિસ-બીનું વેક્સિનેશન ચોક્કસ કરાવો. ગમે ત્યાં મુસાફરી કરતી વખતે રક્તસ્ત્રાવ થવા પર અથવા કોઈ જોઇન્ટ ડેમેજ થવાથી થતા નુકસાનથી બચવા માટેના ઉપાયોની વ્યવસ્થા કરીને રાખો. આ ઉપરાંત, ડોક્ટરનો નંબર હંમેશાં તમારી સાથે રાખો. હેમોફિલિઆથી સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. વળી, આ રોગ આનુવાંશિક છે. એટલે હેમોફિલિઆ પીડાતી ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઇએ. હેમોફિલિઆ પીડિત દર્દી આ રોગ સંબંધિત જાણકારી હંમેશાં સાથે રાખે. તેમજ સમયાંતરે આ રોગ માટે અપડેટ થતી માહિતીની જાણકારી લેતા રહે.
Next Story

ઉપાય / ગરમીમાં વધી જાય છે અસ્થમાનું જોખમ, ઘરગથ્થુ ઉપચારો રાહત અપાવશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: world hemophilia day 2019 men are more prone to hemophilia than women
(News in Gujarati from Divya Bhaskar)