રિસર્ચ / સ્વસ્થ જીવનશૈલી માટે શું કરવું અને શું ન કરવું, વિશ્વ આરોગ્ય સંસ્થાએ માર્ગદર્શિકા જાહેર કરી

Divyabhaskar.com Apr 22, 2019, 11:31 AM IST
હેલ્થ ડેસ્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડિજિટલ હેલ્થ ટેક્નોલોજી પર પ્રથમ વખત કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઘણા વ્યક્તિને એવું લાગતું હોય છે કે હું તો ફિટ જ છું. પરંતુ આ વાત ખોટી ત્યારે પડે છે જ્યારે શરીરમાં કોઈ રોગ ઘૂસે ત્યારે અનુભવાય કે પોતે હેલ્ધી નથી. બીમારીનો અર્થ કોઈ રોગ થવો એવો નથી. આજકાલ સ્થૂળતા અથવા કોઈ સંધાનું દર્દ પણ તંદુરસ્ત ન હોવાની નિશાની છે. તો ચાલો જાણીએ કે તુંદરસ્ત રહેવા માટે આપણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.

 • એક્સર્સાઇઝ
  1.શું કરીએ છીએઃ એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે 18 ટકા લોકો એવા હોય છે જે ક્યારેય એક્સર્સાઇઝ નથી કરતા. જ્યારે કે 40 ટકા લોકો એવા છે કે જેઓ એક મહિનો એક્સર્સાઇઝ કર્યા પછી કંટાળીને કસરત કરવાનું છોડી દે છે.
  શું કરવું જોઇએઃ વજન ઘટાડવું હોય કે ન ઘટાડવું હોય, દરરોજ 30 મિનિટ કસરત કરવી જ જોઇએ. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિયામાં પાંચ દિવસ કસરત કરો. જો કસરત ન કરી શકો તો તમારી શારીરિક પ્રવૃત્તિઓ શક્ય એટલી વધારો અને 30 મિનિટ અવશ્ય ચાલો.
 • પાણી પીવું
  2.શું કરીએ છીએઃ એક સર્વે અનુસાર 60% લોકો દિવસમાં માત્ર 2-3 ગ્લાસ પાણી પીવે છે. ઘણા લોકો પાણી ન પીવાને કારણે પણ અનેક બીમારીથી પીડાઈ રહ્યા છે. ડોક્ટર્સનું માનવું છે કે વર્તમાન સમયમાં વધતા રોગોનું મુખ્ય કારણ પાણી ન પીવું છે.
  શું કરવું જોઇએઃ સૌપ્રથમ સવારે પાણી પીવાની આદત નાખો. ઘણા લોકોનું કહેવું હોય છે કે તેઓ વધુ પાણી પી નથી શકતા. આ માટે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જો દરરોજ બે ગ્લાસ પાણી પીતા હો અને એક દિવસ એવું નક્કી કરશો કે આજથી હું 10 ગ્લાસ પાણી પીશ તો તે શક્ય નથી. ધીમે-ધીમે માત્રા વધારવી જોઇએ. જો વધુ પાણી પીવામાં સમસ્યા આવતી હોય તો શરૂઆતમાં જૂસ પીઓ.
 • નાસ્તો કરવો
  3.શું કરીએ છીએઃ ઘણા લોકો નાસ્તાનું મહત્ત્વ નથી સમજતા. જ્યારે કે ડોક્ટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં લોકોનું માનવું છે કે સવારે નાસ્તો કરવો બહુ જરૂરી છે. જો તમે કોઈ ડાયટિંગ પણ ફોલો કરી રહ્યાં છો તો સવારનો નાસ્તો તેનો સૌથી જરૂરી ભાગ હોય છે.
  શું કરવું જોઇએઃ સવારે નાસ્તો કરવાની આદત પાડો. એવું નક્કી કરો કે ભલે ગમે તેટલું મોડું થઈ જાય પણ સવારે ઘરેથી કંઇક ખાઇને જ નીકળીશું. જો આવું કરવું શક્ય ન હોય તો સાથે ફ્રૂટ રાખો. ઓફિસ ટેબલના ડ્રોઅરમાં પહેલેથી જ એવી વસ્તુઓ રાખો કે જો કોઈ દિવસ નાસ્તો કરવાનો રહી ગયો તો ઓફિસ આવીને કંઇક હેલ્ધી ખાઈ શકાય.
 • પૂરતી ઊંઘ ન લેવી
  4.શું કરીએ છીએઃ વર્તમાન સમયમાં લોકોનું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે કામના કારણે લોકો 5-6 કલાકની જ ઊંઘ લઈ શકે છે. ક્યારેક મોબાઇલ, લેપટોપ જેવા ગેજેટ્સ પર વધુ સમય પસાર કરવાથી પણ ઊંઘ પૂરી નથી થતી. 
  શું કરવું જોઇએઃ ઊંઘના સમયે તમે કેવી રીતે ઊંઘી રહ્યા છો તે જાણવું બહુ જરૂરી છે. દાખલા તરીકે, દરરોજ ભલે તમે 7 કલાકની ઊંઘ લઈ રહ્યા છો. પરંતુ તેમાં વારંવાર કોઈ તમને ઉઠાડી રહ્યું છે તો આવી ઊંઘનો કોઈ અર્થ નથી. તમે ઊઠશો અને ફરી પાછા ઊંઘી જશો, જેમાં મગજ પણ શાંત નથી થતું અને ઊંઘ પણ પૂરી નથી થતી.
Share
Next Story

રિસર્ચ / સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: what are the dos and donts to have a healthy lifestyle
(News in Gujarati from Divya Bhaskar)