દિલીપ કુમારની તબીયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલઃ 95 વર્ષની ઉંમરે બીમારી સામે લડી રહ્યાં છે; મજબૂરીમાં વારંવાર જવું પડે છે હોસ્પિટલ, પત્નીએ ગણાવ્યો ખરાબ સમય

જો સમયસર દિલીપ કુમારે કર્યું હોત આ એક કામ, તો ન થાત આ બીમારી, તમે પણ રહો એલર્ટ

Divyabhaskar.com Sep 06, 2018, 11:43 AM IST

હેલ્થ ડેસ્કઃ ટ્રેજડી કિંગના નામથી જાણીતા અભિનેતા દિલીપ કુમારને મંગળવારે મોડી રાત્રે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 95 વર્ષના છે. ડોક્ટર્સ અનુસાર, તેમના છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ હતી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેમનુ સ્વાસ્થ્ય લથડ્યું હતું. આ પહેલા ઓગસ્ટ 2017માં કિડની ઇન્ફેક્શનના કારણે એક અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા. નવેમ્બર 2017માં તેમને માઇલ્ડ નિમોનિયા થયો હતો. આ અંગે પીપુલ્સ મેડિકલ કોલેજના પ્રોફેસર ઓફ મેડિસિન ડોક્ટર સુશીલ સિન્દે(MD મેડિસિન, MBBS)એ તમામ બાબતો અંગે ઝીણવટપૂર્વક જણાવ્યું છે. 

 

ડોક્ટર સુશીલ અનુસાર દિલીપ કુમારનું સ્વાસ્થ્ય વારંવાર ખરાબ થવાનું સૌથી મોટું કારણ નિમોનિયા છે. ઉંમર વધવાની સાથે નિમોનિયા થવો સામાન્ય છે. ઉંરની સાથે શરીરનો ઇમ્યુનિટી પાવર ઓછો થવા લાગે છે. જેના કારણે આવી બીમારી થવી સામાન્ય છે. જે લોકોને ડાયાબિટિઝ છે તેમને આ સમસ્યા સૌથી વધારે થાય છે. જેના કારે છાતીમાં ઇન્ફેક્શન થઇ જાય છે. 
 
આ કારણે થાય છે આ બીમારી
1) પ્રતિરોધકતા ક્ષમતા ઓછી થવી
2) સ્મોકિંગ કરવું
શા માટે થાય છે સ્વાસ્થ્ય ખરાબઃ બોડીમાં ઇમ્યુનિટી પાવર ઓછો થોવાથી નિમોનિયા થાય છે. સાથે જ સ્મોકિંગથી લંગ્સ ખરાબ થઇ જાય છે. જેના કારણે બોડીની પ્રતિરોધક ક્ષમતા વધુ ઓછી થઈ જાય છે. 

 

ફેફસામાં ઇન્ફેક્શનના 4 સંકેત
1) ઠંડીની સાથે 100.4F કરતા વધારે તાવ આવવો. જે ફેફસામાં ઇન્ફેક્શનનું પ્રથમ કારણ છે.
2) શ્વાસ લેવામાં મુશ્કેલી થવી. એટલે કે લંગ્સમાં ઇન્ફેક્શન ડેવલપ થઇ રહ્યું છે.
3) વધુ માત્રામાં કફ આવવો લંગ ઇન્ફેક્શન થવાનું જોખમ છે. અનેકવાર કફનો કલર પણ બદલાય જાય છે.
4) છાતીમાં એક બાજૂ દુખાવો થવો, શ્વાસ લેતી વખતે વધી જાય. તેનાથી છાતીમાં પ્રેશર અને ટાઇટનેસનો અનુભવ થાય છે. 

 

આ બાબતોથી બચવું જોઇએ
1) ઠંડીથી બચવું જોઇએ. ACથી દૂર રહો. ઠંડીની ઋતુમાં પુરતુ ધ્યાન રાખો. 
2) બસ, ટ્રેન, થિયેટર અથવા એવા સ્થળે જવાનું ટાળો જ્યાં વધારે ભીડ હોય છે.
3) ઇન્ફ્લુએન્જાના ટીકા દર વર્ષે લગાવવી જોઇએ.
4) નેમોવેક(Nemovac)ના ટીકા બાળકોને લગાવવા જોઇએ. તેમજ 65 વર્ષ બાદ તેને ફરીથી લેવા જોઇએ. 

Share
Next Story

સફેદ થઇ રહેલા દાઢી-મૂંછના વાળને નાળિયેરના તેલથી કરી શકો છો કાળા, કામની છે 5 રીત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Veteran Actor Dilip Kumar admitted to hospital for Chest Infection, Complaints of Uneasiness
(News in Gujarati from Divya Bhaskar)