જંગલી જાનવર કરડી જાય કે ઇજા થઈ હોય, ઇન્ફેક્શનથી બચવા જરૂરથી લગાવવું જોઈએ ધનુરનું ઇન્જેક્શન

ઇજા થવા પર ટિટનેસનું ઇન્જેક્શન લગાવવું કેમ જરૂરી છે? જાણો

Divyabhaskar.com Sep 01, 2018, 08:14 PM IST

હેલ્થ ડેસ્કઃ જ્યારે કોઈ પણ પ્રકારની ઇજા થાય છે તો ડોક્ટર ટિટનેસનું ઇન્જેક્શન લગાવવાની સલાહ આપે છે. ઘણી વખત લોકો બેદરકારીમાં આ ઇન્જેક્શનને લગાવવાનું ઈગ્નોર પણ કરે છે, પરંતુ તેનું કારણ કદાચ એ છે કે તેઓ નહીં જાણતા હોય કે આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં લોખંડ અથવા કોઈ ધાતુથી ઇજા થયા પછી ટિટનેસનું ઇન્જેક્શન લગાવવું જરૂરી હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ટિટનેસનું ઇન્જેક્શન લગાવવું કેમ જરૂરી છે, તેના લક્ષણો, સારવાર અને તેનાથી બચવાના ઉપાય.

 

ટિટનેસ શું છે?


ટિટનેસ ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે આપણી તંત્રિકા તંત્ર અને માંસપેશીઓને પ્રભાવિત કરે છે. તેમાં હાડકાની માંસપેશીઓના તંતુઓ લાંબા સમય સુધી સંકોચાયેલા રહેવાથી ઉત્પન્ન થાય છે. ટિટનેસને લોકજો પણ કહેવામાં આવે છે અને આ તમારી શ્વાસ લેવાની ક્ષમતામાં બાધા ઉત્પન્ન કરે છે. આ રોગના બેક્ટેરિયા માટી, ખાતર અથવા ધૂળમાં જોવા મળે છે. શરીરમાં ક્યાંય પણ ઉજા થવા પર તે ત્યાં ચોંટી જાય છે અને ઈન્ફેક્શન ઉત્પન્ન કરે છે.


- કોઈ જગ્યાએ કટ થવા પર કે જંગલી જાનવરના કરડવા પર અથવા યૂઝ કરેલા ઇન્જેક્શનનો ઉપયોગ કરવાથી પણ ટિટનેસ થવાનો ખતરો રહે છે.
- આ ચેપી રોગ નથી, એટલે જો કોઈ વ્યક્તિને ઇજા થઈ હોય કે કોઈ જાનવર કરડી ગયું હોય તો વિના સંકોચ તેની મદદ કરો. તેનાથી ઈન્ફેક્શન ફેલાતું નથી.
- બાળકને ટિટનેસની રસી જરૂર અપાવો, તેનાથી તેના શરીરમાં ટિટનેસના બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા વિકસિત થાય છે.
- જો તમને બાળપણમાં ટિટનેસની રસી નથી આપવામાં આવી તો તમે હવે ટિટનેસની રસી લઈ લો. 
- ટિટનેસની રસી 3 સ્ટેજમાં આપવામાં આવે છે. એક રસી લીધા પછી બીજી 4 વીક પછી અને ત્રીજી 6થી 12 વીક પછી આપવામાં આવે છે.
- ટિટનેસનું ઇન્જેક્શન અથવા રસી લીધા પછી થોડો તાવ આવી શકે છે, જ્યાં ઇન્જેક્શન લગાવ્યું હોય તે જગ્યા થોડી લાલ થઈ શકે છે અને ઘણી વખત ત્યાં સોજો પણ આવી જાય છે.
- ગર્ભવતી મહિલાઓ માટે ટિટનેસનું ઇન્જેક્શન સુરક્ષિત હોય છે. ડોક્ટરના મત મુજબ કોઈ પણ મહિલા જેટલી વખત ગર્ભધારણ કરે એટલી વખત ઇન્જેક્શન લગાવવું જોઈએ.

 

ટિટનેસના લક્ષણો


- માંસપેશીઓ ખેંચાવી, સોજા આવવા, ખાવામાં તકલીફ થવી
- તાવ આવવો, સ્વભાવ ચીડિયો થઈ જવો
- લકવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી

 

ટિટનેસની સારવાર


- ટિટનેસથી બચવા માટે સૌથી ઉત્તમ ઇલાજ છે ડીપીટી વેક્સીન, જે ટિટનેસથી બચાવે છે.
- બાળકોને ટિટનેસનું ઇન્જેક્શન જરૂર લગાવો. જન્મના શરૂઆતના 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધી 4 વખત પ્રાથમિક રસી આપવામાં આવે છે.
- એન્ટીબાયોટિક્સ દવાઓ (ડોક્ટરની સલાહ પર જ લેવી.

 

ટિટનેસથી કેવી રીતે બચવું


- ઇજા થઈ હોય તે જગ્યાને સાફ રાખો.
- કોઈ પણ પ્રકારની ધૂળ, ગંદકીથી બચવું.
- જો ઇજા કોઈ લોખંડની વસ્તુથી થઈ હોય તો ટિટનેસનું ઇન્જેક્શન જરૂર લગાવો.

Share
Next Story

ઓછી ઉંમરમાં વાળ સફેદ અને થાક લાગે છે? શરીરમાં આ તત્વની હોય શકે ઉણપ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Why tetanous vaccine is necessary
(News in Gujarati from Divya Bhaskar)