શોધ / હવે સ્માર્ટ સેન્સરવાળો નાઇટ ડ્રેસ જણાવી દેશે કે તમારી ઊંઘ પૂરી થઈ છે કે નહીં

  • અમેરિકન યુનિવર્સિટીના સંશોધકોએ સેન્સરવાળો સ્માર્ટ નાઈટડ્રેસ બનાવ્યો
  • આ સેન્સર્સ શ્વાસ લેવાની પેટર્ન, પડખાં ફરવાની પેટર્ન અને હૃદયના ધબકારા માપે છે
  • ગાઢ ઊંઘ ક્યારે આવી અથવા શ્વાસ લેવાની પ્રક્રિયામાં તકલીફ પડે છે કે કેમ તે જાણી શકાશે
     
Divyabhaskar.com Apr 20, 2019, 12:11 PM IST

હેલ્થ ડેસ્કઃ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સવારે ઊઠીએ તો પણ એવું લાગે કે જાણે હજી ઊંઘ પૂરી નથી થઈ. ખરેખર આ વાત કેટલી સાચી છે તે હવે તમને ખબર પડી જશે. હવે સૂતી વખતે પહેરવામાં આવતો નાઇટ ડ્રેસ એટલે કે ટ્રાઉઝર અને શર્ટ જણાવી દેશે કે તમારી ઊંઘ પૂરી થઈ છે કે નહીં. અમેરિકાના એમહર્સ્ટમાં આવેલી મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના સંશોધનકાર તૃષા અંદ્રેવ અને તેમની ટીમે સૂતી વખતે પહેરવા માટે ટ્રાઉઝર અને શર્ટની જોડી તૈયાર કરી છે, જેમાં સેન્સર્સ લાગેલાં છે.


આ સેન્સર્સ તમારા શ્વાસ લેવાની પેટર્ન, રાત્રે પડખાં ફરવાની પેટર્ન અને હૃદયના ધબકારા માપતાં રહે છે. આ ટ્રાઉઝરની સાથે તૈયાર કરેલો શર્ટ ઊંઘની ગુણવત્તાની પણ તપાસ કરશે. જેમ કે, તમને ગાઢ ઊંઘ ક્યારે આવી અથવા તો તમને શ્વાસ લેવાની પ્રક્રિયામાં કોઈ તકલીફ પડે છે કે કેમ વગેરે.


આ સ્માર્ટ શર્ટમાં પાંચ સેન્સર્સ લગાવવામાં આવ્યાં છે. ચાર સેન્સર્સ સતત પથારીમાં શરીરનું પ્રેશર માપે છે. જ્યારે છાતીના ભાગ પર લાગેલું પાંચમું સેન્સર હૃદયના ધબકારા નોંધે છે. આ સેન્સર્સ તાર સાથે જોડાયેલાં હોય છે, જેને સિલ્વર કોટેડ દોરીથી સીવવામાં આવ્યાં છે, જેથી તે બહાર દેખાય નહીં. આ કપડાં વોશિંગ મશીનમાં પણ સરળતાથી ધોઈ શકાય છે.

Next Story

રિસર્ચ / અનાજમાં ઝિંકની ઊણપથી ડાયેરિયા, મલેરિયા અને ન્યૂમોનિઆનું જોખમ વધી રહ્યું છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: smart pajama and shirts equipped with sensors to tell everything about your sleep
(News in Gujarati from Divya Bhaskar)