રિસર્ચ / નાસ્તો ન કરવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે મોટું નુકસાન, હૃદયરોગના દર્દીએ ખાસ કાળજી રાખવી

Divyabhaskar.com Apr 19, 2019, 11:45 AM IST

હેલ્થ ડેસ્કઃ ઘણા લોકોને સવારે નાસ્તો કરવાની ટેવ નથી હોતી અને ઘણા લોકો ઓફિસ પહોંચવામાં મોડું ન થઈ જાય તેના ચક્કરમાં સવારે નાસ્તો સ્કિપ કરતા હોય છે. જો તમે પણ આવું કરતા હો તો ચેતી જજો. સવારે નાસ્તો ન કરવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે અને સાથે હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. આ ચેતવણી સંશોધકોએ આપી છે.


પ્રિવેન્ટિવ કાર્ડિઓલોજીની યુરોપિયન જર્નલ 'ધ ફાઇન્ડિંગ્સ'માં છપાયેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની અયોગ્ય જીવનશૈલીવાળા લોકોમાં સમય કરતાં પહેલાં મૃત્યુ થવાની સંભાવના ચારથી પાંચ ગણી વધી જાય છે. તેમજ હૃદયરોગના હુમલાની શક્યતામાં પણ વધારો થાય છે.


સંશોધનના સહ લેખક અને બ્રાઝિલના સાઉ-પાઉલો સરકારી યુનિવર્સિટીના પ્રોફેસર માર્કોસ મિનીકુચીનું કહેવું છે કે, 'અમારા સંશોધનનું પરિણામ બતાવે છે કે ખોટી રીતથી ખોરાક ખાવાનાં પરિણામો બહુ ખરાબ હોઈ શકે છે. ખાસ કરીને હૃદયરોગના હુમલા પછી સવારે નાસ્તો ન કરવાથી જીવનું જોખમ વધી જાય છે.' આ રિસર્ચ વિશે તેમણે વાત કરતાં કહ્યું કે, આ સંશોધન 113 હૃદયરોગના હુમલાથી પીડિત દર્દીઓ પર કરવામાં આવ્યું હતું, જેમની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી. આમાંથી 73 ટકા પુરુષો હતા. આ સંશોધનમાં જાણવા મળ્યું કે 113 લોકોમાં 58 ટકા સવારે નાસ્તો ન કરનારા દર્દીઓ હતા, જ્યારે 51 ટકા દર્દીઓ મોડી રાત્રે જમતા હતા અને 48 ટકા દર્દીઓ બંને પ્રકારની ટેવ ધરાવતા હતા.


માર્કોસ મિનીકુચીની ટીમે દરેકને સલાહ આપતાં કહ્યું કે, 'ખાવાની ટેવ સુધારવા માટે રાત્રે ભોજન અને ઊંઘવાના સમયમાં ઓછામાં ઓછા 2 કલાકનું અંતર હોવું જોઇએ. હેલ્ધી નાસ્તામાં મોટાભાગે દૂધ ઉત્પાદનો (ફેટ ફ્રી અથવા લો ફેટ દૂધ, દહીં અને પનીર), કાર્બોહાઇડ્રેટ પદાર્થો (ઘઉંની રોટલી, શેકેલા બ્રેડ, અનાજ) અને ફળો સામેલ કરવા જોઈએ.'

Share
Next Story

રિસર્ચ / સિગારેટ-બીડી છોડવા માટે નિકોટિન ગમ કરતાં લીંબુનું શરબત વધુ અક્સીર છે : રિસર્ચ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: skipping breakfast might increases risk of developing life threatening diseases
(News in Gujarati from Divya Bhaskar)