રિસર્ચ / સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે

Divyabhaskar.com Apr 21, 2019, 12:24 PM IST

હેલ્થ ડેસ્ક: ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે, કે આપણને જમવા માટે પણ પૂરતો સમય નથી મળતો. મોટા ભાગના લોકો સવારે કોલેજ કે નોકરી પર સમયસર પહોંચવાની ઉતાવળને લીધે સવારનો નાસ્તો નથી લેતા. આ બાબત આપણે ભલે સામાન્ય માનતા હોઈએ, પરંતુ તે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

રિસર્ચ
પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીના યુરોપિયન જર્નલ' ધ ફાઈન્ડિંગ્સ'માં છપાયેલાં આર્ટિકલ પ્રમાણે સવારનો નાસ્તો ન કરવાથી  હૃદયની બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે. રિસર્ચર માર્કોસ મિનીકુચીના કહ્યા અનુસાર, આ રિસર્ચ હાર્ટ એટેકેનો ભોગ બનેલા કુલ 113 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું, જેમની ઉંમર 60 વર્ષ આસપાસ હતી. આ દર્દીઓમાં 73 ટકા પુરુષો હતા. આ રિસર્ચમાં સવારનો નાસ્તો ન કરનારા 58 ટકા દર્દીઓ, રાત્રે મોડા જમનારા દર્દીઓ 51 ટકા અને 48 ટકા દર્દીઓમાં બંને આદતો જોવા મળી હતી.

સંશોધકોનું કહેવું છે કે જમવાની આદત સુધારવા માટે રાતનું ભોજન અને સુવાના સમય વચ્ચે ઓછમાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ. સવારના નાસ્તામાં વધારે દૂધ, દહીં, પનીર , ઘઉંની રોટલી, બ્રેડ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.

Next Story

રેકોર્ડ / જાપાનમાં 258 ગ્રામ વજનનું દુનિયાનું સૌથી નાનું બાળક જન્મ્યું, 6 મહિનાની સારવાર બાદ વજન 13 ગણું વધીને 13 કિલો થયું

Next
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: skipping-breakfast-and-eating-late-dinner-increases-risk-of-heart-attack
(News in Gujarati from Divya Bhaskar)