રિસર્ચ / સાંજના સમયે જોગિંગ કરવું વધુ ફાયદાકારક, શરીરમાં ઓક્સિજન ઓછો વપરાય છે

  • સંશોધકોએ ઉંદરને ટ્રેડમિલ પર દિવસના અલગ-અલગ સમય પર દોડાવ્યો
  • ઉંદર સવારની જગ્યાએ સાંજના સમયે 50% વધુ ઊર્જા સાથે દોડી રહ્યો હતો
     
Divyabhaskar.com Apr 23, 2019, 10:49 AM IST

હેલ્થ ડેસ્કઃ ફિટ રહેવા માટે સવારના સમયે જોગિંગ કરતનારાઓ માટે એક અહેવાલમાં કેટલીક આશ્ચર્યજનક વાતો સામે આવી છે. વૈજ્ઞાનિકોની એક ટીમે રિસર્ચ પછી બે રિપોર્ટ જાહેર કર્યા છે. આ રિપોર્ટ અનુસાર, લોકો માટે સવારના બદલે સાંજે જોગિંગ કરવું વધુ ફાયદાકારક રહે છે. સાંજે વ્યક્તિ જોગિંગના સમયે 50% ઓછો ઓક્સિજન વાપરે છે અને વધુ ઊર્જા સાથે દોડી શકે છે. ઈઝરાયેલ વેઇઝમેન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને ઈર્વિન સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોની ટીમના સંશોધનમાં આ વાત બહાર આવી છે.


જોગિંગથી ખરાબ દિનચર્યા પર અનુકૂળ અસર પડે છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બની શકે કે તેમના સંશોધનના પરિણામો મનુષ્યો પર 100% સાચા સાબિત ન થાય. ઘણાં લોકો એવાં હોય છે, જે રાત્રે જાગવાનું પસંદ કરે છે અથવા તો પછી રાત્રે કામ કરે છે. જ્યારે કેટલાંક લોકો એવાં પણ હોય છે, જે સવારે વહેલાં ઊઠીને કામ કરવાનું પસંદ કરે છે.


રિસર્ચ ટીમે જણાવ્યું કે, 'જોગિંગ આપણી રોજિંદા કાર્યો પર સકારાત્મક અસર પાડે છે. આ આપણને હવામાનમાં બદલાવ અને તબિયત યોગ્ય ન હોય તો પણ ફિટ રાખે છે. ખરાબ દિનચર્યાનો અર્થ કસમયે ઊંઘ અને ભોજન કરવું થાય છે.'


દિનચર્યા વ્યક્તિની માનસિકતા અને શરીરના અંગો પર અસર પાડે છે. જો કોઈ વ્યક્તિની દિનચર્યા ખરાબ હશે તો તેને કેન્સર જેવા ગંભીર રોગનું જોખમ પણ ઊભું થઈ શકે છે. વ્યક્તિને ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. તે ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. આ બધા રોગોથી બચવા માટે વ્યક્તિએ દૈનિક કાર્યમાં કસરતને સામેલ કરવી જોઇએ.


પ્રથમ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ઉંદરને ટ્રેડમિલ પર દોડવ્યો હતો. ટીમ દ્વારા આ સંશોધનની પરિણામોની તુલના 12 માણસો પર કરવામાં આવી તો રિઝલ્ટ સમાન આવ્યું. 2009માં પણ સાઇકલિંગ ઇવેન્ટ ટૂર ડી ફ્રાન્સ દરમિયાન આ ટેકનીક અજમાવવામાં આવી હતી. આ સાઇક્લિસ્ટની ક્ષમતા વધારવા માટે લાગુ કરવામાં આવી હતી.

Share
Next Story

રિસર્ચ / સ્વસ્થ જીવનશૈલી માટે શું કરવું અને શું ન કરવું, વિશ્વ આરોગ્ય સંસ્થાએ માર્ગદર્શિકા જાહેર કરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: research says evening jogging is better for healthy lifestyle
(News in Gujarati from Divya Bhaskar)