કારણો / નાની ઉંમરે અનેક કારણોસર વાળ સફેદ થઈ શકે છે, બચવા આટલું કરો

Divyabhaskar.com Apr 16, 2019, 12:08 PM IST

હેલ્થ ડેસ્કઃ આજકાલ નાની ઉંમરના લોકો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાતા હોય છે. પહેલાંના સમયમાં નિશ્ચિત ઉંમર પછી જ લોકોના વાળ સફેદ થતા હતા. પરંતુ હવે તો બાળકોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ મોટાભાગે જિનેટિક્સને માનવામાં આવે છે. પરંતુ વાળ સફેદ થવા પાછળ ઘણા અન્ય કારણો પણ હોઈ શકે છે. ચાલો જાણીએ આટલી નાની ઉંમરે બીજા કયા કારણોથી વાળ સફેદ થઈ જાય છે.


1. પ્રદૂષણ
હવા પ્રદૂષણ પણ વાળને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે. હવામાં પ્રદૂષિત વાળને નુકસાન પહોંચાડવાની સાથે તેને ઝડપથી સફેદ કરી દે છે. નિષ્ણાત મુજબ, પ્રદૂષિત હવામાં હાજર રેડિકલ્સ મેલાનિન હોર્મોન્સને નુકસાન પહોંચાડી વાળ સફેદ કરવાનું કામ કરે છે.


2. તણાવ
ઉંમર પહેલાં વાળ સફેદ બનવાનું કારણ તણાવ પણ છે. ચિંતા કરવાથી વાળ ઝડપથી તેનો કુદરતી રંગ ગુમાવે છે. જો તમે વાળને સફેદ બનતા અટકાવવા માગતા હો તો તણાવથી દૂર રહો.


3. ધુમ્રપાન
ધુમ્રપાન કરવાથી પણ નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય છે. વર્ષ 2013માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, જે લોકો ધુમ્રપાન કરે છે, તેમના વાળ ઝડપથી સફેદ થવાની શક્યતા અન્ય લોકો કરતાં 25% વધુ હોય છે. આ ઉપરાંત, ધુમ્રપાનની ટેવ આરોગ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.


4. હોર્મોન્સ
શરીરમાં હોર્મોન સ્તર અસંતુલિત થવાથી પણ વાળ જલ્દી સફેદ થઈ જાય છે. હોર્મોન્સ અસંતુલિત થવાથી વાળ શુષ્ક થઈ જાય છે. વાળમાંથી ચમક પણ જતી રહે છે. આ ઉપરાંત, વાળ ખરવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે.


5. નબળો ખોરાક
ડાયટની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેથી, હેલ્ધી ખોરાક ખાવો બહુ જરૂરી છે. ડાયટમાં ન્યૂટ્રિશન્સની ઊણપ હોવાથી નાની ઉંમરે જ વાળ સફેદ થઈ જાય છે. આ ઉપરાંત, જો શરીરમાં વિટામિન-12ની ઊણપ હોય તો વાળ શુષ્ક અને નિર્જીવ બનવા લાગે છે અને પોતાનો કુદરતી રંગ ગુમાવી બેસે છે.

Next Story

સ્ટડી / 13 કલાકથી વધુ બેસી રહ્યા બાદ એક્સર્સાઇઝ કરો તો પણ તેની શરીર પર કોઈ અસર થતી નથી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: reasons behind white hair before time
(News in Gujarati from Divya Bhaskar)