રિસર્ચ / અતિશય વજન હોવાથી સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ વધે છે

Divyabhaskar.com Apr 23, 2019, 01:20 PM IST

હેલ્થ ડેસ્કઃ પચાસ વર્ષની ઉંમર પહેલા જો કોઈ વ્યક્તિ અતિશય વજન અટેલેક કે મેદસ્વીતાનો શિકાર થઈ જાય તો સ્વાદુપિંડના કેન્સરથી તેનું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. એક અભ્યાસમાં આ વાત જાણવા મળી છે. સંશોધકો જણાવ્યું કે સ્વાદુપિંડના કેન્સરના કિસ્સા સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. કેન્સરના તમામ કેસોમાં આશરે 3 ટકા કેસો સ્વાદુપિંડ કેન્સરનાં હોય છે.


જોકે, આ કેન્સર ખૂબ જીવલેણ હોય છે. તેમાં છેલ્લાં પાંચ વર્ષમાં જે લોકો આ કેન્સરથી પીડિત હતાં તેમનો જીવિત રહેવાનો દર ફક્ત 8.5 ટકા રહ્યો છે. અમેરિકન કેન્સર સોસાયટીમાં એપિડેમિયોલોજી રિસર્ચના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડિરેક્ટરે જણાવ્યું કે, 'વર્ષ 2000 પછી સ્વાદુપિંડનાં કેન્સરના કિસ્સાઓમાં ધીમે ધીમે વધારો થતો જઈ રહ્યો છે. અમને આ વધારો જોઇને ભય લાગી રહ્યો છે કારણ કે, ધુમ્રપાન સ્વાદુપિંડના કેન્સરનું મુખ્ય કારણ બની રહ્યું છે.' સંશોધન ટીમે અમેરિકાના 9,63,317 જેટલા પુખ્ત વયનાં એવા લોકોની તપાસ કરી, જેમને ભૂતકાળમાં ક્યારેય કેન્સર થયું નહોતું.


આ તમામ લોકોએ અભ્યાસની શરૂઆતના સમયે એકવાર પોતાનું વજન અને લંબાઈ જણાવી. તે સમયે તેમાંના કેટલાક લોકો 30 વર્ષના યુવાન પણ હતાં અને કેટલાક લોકો 70 અને 80 વર્ષનાં વૃદ્ધ પણ હતાં. સંશોધકોએ વધુ વજનના સંકેત તરીકે બોડી માસ ઇન્ડેક્સ (BMI)ની ગણતરી કરી. થોડા વર્ષો પછી આ સંશોધનમાં ભાગ લેનારા 8,354 લોકો સ્વાદુપિંડના કેન્સરથી મૃત્યુ પામ્યાં. પરંતુ આ અભ્યાસમાં કેન્સરના જોખમમાં વધારો એવા લોકોમાં જોવા મળ્યો, જેના BMIની ગણતરી નાની ઉંમરના લોકોમાં કરવામાં આવી હતી. આમ, આ અભ્યાસના પરિણામો સૂચવે છે કે અતિશય વજનથી સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી ગયું છે.

Share
Next Story

રિસર્ચ / સાંજના સમયે જોગિંગ કરવું વધુ ફાયદાકારક, શરીરમાં ઓક્સિજન ઓછો વપરાય છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: overweight people have more risk of pancreatic cancer
(News in Gujarati from Divya Bhaskar)