રિસર્ચ / અનાજમાં ઝિંકની ઊણપથી ડાયેરિયા, મલેરિયા અને ન્યૂમોનિઆનું જોખમ વધી રહ્યું છે

Divyabhaskar.com Apr 20, 2019, 01:15 PM IST

હેલ્થ ડેસ્કઃ ક્લાઇમેટ ચેન્જથી અનાજમાં ઝિંકની માત્રા ઝડપથી ઘટી રહી છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે. હાર્વર્ડ યુનિવર્સિટીની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિકના એક હેલ્થના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અધિક પ્રમાણમાં કાર્બન ઉત્સર્જનના કારણે અનાજમાં ઝિંકની માત્રા ઓછી થઈ રહી છે.


ઝિંકની ઊણપથી ડાયેરિયા, મલેરિયા અને ન્યૂમોનિઆ જેવા રોગો થવાનું જોખમ વધુ રહે છે. ઝિંક શરીરના તંત્રને અસ્વસ્થ પણ બનાવે છે. મેથ્યુ સ્મિથ, અશ્વિની છત્રે, સુપર્ણા ઘોષ અને સેમ્યુઅલ એસ. માયર્સ દ્વારા ભારત પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, વર્ષ 1983માં દેશમાં 17 ટકા લોકો શરીરમાં ઝિંકની ઊણપનો શિકાર બન્યા હતા, જે ટકાવારી વર્ષ 2012માં વધીને 25 ટકા સુધી પહોંચી ગઈ હતી. તેનો અર્થ એ થયો કે આ ત્રણ દાયકામાં 8.2 કરોડ લોકો ઝિંકની ઊણપનો શિકાર બન્યા છે.


અભ્યાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં 50 ટકા લોકો ઝિંકની ઊણપથી પીડાતા હશે. વૈજ્ઞાનિકોએ આ અભ્યાસમાં ખોરાકમાં લેવાતા અનાજને લઇને 30 વર્ષના નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના આંકડા અને દેશના વિવિધ વિસ્તારોમાં રહેતા સાત-સાત પરિવારોની ખાણી-પીણીની પેટર્નનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે. તમામ મુખ્ય અનાજ જેવાં કે ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને બાજરી વધુ પડતાં કાર્બન ઉત્સર્જનથી અસરગ્રસ્ત છે. દક્ષિણ ભારત સહિત દેશના જે ભાગોમાં ચોખાનું સેવન વધુ થાય છે, તેમનામાં ઝિંકની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેમજ શહેરની વસતીમાં પણ ઝિંકની ઊણપ જોવા મળી રહી છે.


શરીરનું પોષક તત્ત્વ
ઝિંક શરીર માટે જરૂરી આઠ સૂક્ષ્મ પોષક તત્ત્વોમાંનું એક છે. તે શરીરમાં કુદરતી રીતે નથી બનતું. પરંતુ ખોરાક દ્વારા જ શરીરને મળે છે.


કેમ થાય છે ઝિંકની ઊણપ?
કાર્બન ડાયોક્સાઇડ છોડ માટે જરૂરી છે. જેટલું વધુ કાર્બન ઉત્સર્જન થશે તેટલો છોડ વધુ ઝડપથી ઊગશે. આમ છોડની વૃદ્ધિ તો સારી રીતે થઈ રહી છે. પરંતુ તેનાથી અનાજના દાણાની ગુણવત્તા ઘટી રહી છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ દાણામાં ઝિંકનું પ્રમાણ ઘટાડી રહ્યું છે.


આ રીતે કરી શકાય સમસ્યાનું સમાધાન
આ સમસ્યાને ઉકેલવા માટે ભારતે બે પગલાં લેવાં પડશે. એક, કાર્બન ઉત્સર્જન ઘટાડવું પડશે અને બીજું, ઝિંકની ઊણપને દૂર કરવા માટે રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમમાં અનાજમાં ઝિંકનું મહત્ત્વ શું છે તે સમજાવવું પડશે.

Share
Next Story

ઉપાય / પાર્ટનરનાં નસકોરાંથી પરેશાન થઈ ગયા હો તો અજમાવો ઘરગથ્થુ ઉપચાર, તરત જ રિઝલ્ટ મળશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: lower levels of zinc in food grains increasing threat of diarrhea malaria and pneumonia
(News in Gujarati from Divya Bhaskar)