રિસર્ચ / સિગારેટ-બીડી છોડવા માટે નિકોટિન ગમ કરતાં લીંબુનું શરબત વધુ અક્સીર છે : રિસર્ચ

Divyabhaskar.com Apr 18, 2019, 12:25 PM IST

હેલ્થ ડેસ્કઃ સિગારેટ અને ગુટખાનું વ્યસન આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. સિગારેટ અને ગુટખા ખાવાથી વિવિધ પ્રકારનાં કેન્સર સહિત 200થી પણ વધુ રોગો થવાનું જોખમ રહેલું છે. જો તમે ધૂમ્રપાન છોડવા માગતા હો તો તમે લીંબુનો જૂસ પીઓ. આ વાત એક સંશોધનમાં સામે આવી છે. થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક સંશોધનમાં શોધ્યું છે કે, લીંબુના રસથી સિગારેટ અને ગુટખાથી શરીરમાં થતું નુકસાન ઘટાડી શકાય છે.

 

આ સંશોધન થાઇલેન્ડની Srinakharinwirot Universityના મેડિસિન વિભાગમાં કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં ધુમ્રપાન છોડવા માગતા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં સામેલ લોકોમાંથી 47 ટકા લોકોને તાજા લીંબુનો રસ અને 53 ટકા લોકોને નિકોટિન ચ્યુઇંગ ગમ ચાવવા આપવામાં આવી હતી. આશરે 12 અઠવાડિયાં સુધી સતત આ લોકોના શરીરમાં કાર્બન મોનોક્સાઇડની માત્રા તપાસવામાં આવી. ત્યારબાદ જાણવા મળ્યું કે જે જૂથને લીંબુનો રસ આપવામાં આવતો હતો તે લોકોમાં પહેલાથી ચોથા અઠવાડિયા સુધી કાર્બન મોનોક્સાઇડની માત્રા રોજિંદા સિગારેટ પીનારા લોકો કરતાં બહુ ઓછી જોવા મળી. આ ઉપરાંત, તેમની ધુમ્રપાન કરવાની ઈચ્છા પણ હવે ઘટી ગઈ હતી.


લીંબુનો જૂસ આ રીતે બનાવો
જો તમે ધૂમ્રપાનથી થતા જોખમોથી બચવા અને ધુમ્રપાન છોડવા માગતા હો તો લીંબુમાંથી બનાવેલો આ ખાસ જૂસ તમારી મદદ કરશે. આ લીંબુનો જૂસ તમે ઘરે જ બનાવી શકો છો. લીંબુનો રસ બનાવવા માટે લીલાં-પીળાં લીંબુ, એક ચમચી ખાંડ, એક કપ પાણી અને બરફનો ટૂકડો લો. ત્યારબાદ પીળા અને લીલા લીંબુ કાપી તેને નિચોવીને રસ કાઢી લો. પછી એક કપ પાણીમાં આ રસ મિક્સ કરો અને તેમાં એક ચમચી ખાંડ નાખો. પછી ચમચીથી હલાવી ખાંડ ઓગાળી નાખો. તૈયાર થયેલા આ લીંબુના જૂસને દિવસમાં બે વાર પીઓ.


કેવી રીતે કામ કરે છે લીંબુનો રસ?
કાચું લીંબુ એ બિન-ઝેરી પદાર્થ કહેવાય છે અને બજારમાં તે સરળતાથી મળી જાય છે. ધુમ્રપાન કરનારા લોકોનાં શરીરની પેશીઓ વધુ એસિડિક થઈ ગઈ હોય છે. આ  જામેલા ક્ષારને લીંબુનો રસ દૂર કરે છે. લીંબુમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મ પણ હોય છે, જે શરીરમાં બેક્ટેરિયાથી થતા અને કોલેરા જેવા ગંભીર રોગોને વધતા અટકાવે છે.

Share
Next Story

રિસર્ચ / પ્રદૂષણ પણ છે ક્રાઇમ વધવાનું કારણ, તેનાથી લોકોનું વર્તન બદલાઈ જાય છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: know how lemon juice reduce lung damage
(News in Gujarati from Divya Bhaskar)