ઉપાય / નાઇટ શિફ્ટ ભલે કરો પરંતુ સ્વાસ્થ્યની કાળજી રાખો, તબિયત ન બગડે તે માટે આટલું ધ્યાન રાખો

Divyabhaskar.com Apr 16, 2019, 07:33 PM IST

હેલ્થ ડેસ્કઃ આજે ઘણા પ્રાઇવેટ સેક્ટર એવા છે જેમાં નાઇટ શિફ્ટમાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે. નાઇટ શિફ્ટના ફાયદા હોય કે ન હોય પરંતુ તેનાથી શારીરિક નુકસાન બહુ થાય છે. નાઇટ શિફ્ટથી તમારી જીવનશૈલી તો ખરાબ થાય જ છે પરંતુ સાથે તણાવ પણ વધે છે અને સ્વભાવ ચીડિયો બની જાય છે. તમે ગમે તે કારણોસર નાઇટ શિફ્ટ કરતા હો પરંતુ તેની સાથે સ્વાસ્થ્યની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે. ચાલો જાણીએ નાઇટ શિફ્ટ કરતા હો ત્યારે શરીરની કાળજી કેવી રીતે લેવી જોઇએ.


આરામ જરૂરી છે
નાઇટ શિફ્ટ કરીને આવ્યા બાદ બીજા દિવસે ભરપૂર આરામ કરો. જે રૂમમાં તમે ઊંઘો છો ત્યાં અંધારું રાખીને સૂઈ જાઓ. ઊંઘ પૂરી થવાથી તમારું ચીડિયાપણું પણ દૂર થઈ જશે અને અન્ય કામોમાં મન લાગશે.


પ્રાણાયામ કરો
દરરોજ યોગ અને વ્યાયામ કરો. જો સમય ન મળે તો 10થી 15 મિનિટ પ્રાણાયામ અવશ્ય કરો. પ્રાણાયામ કરવાથી ચીડિયાપણું દૂર થશે અને દરેક કામ એકાગ્રતાથી કરી શકશો.


યોગ્ય સમયે ડિનર કરવું
જે લોકો નાઇટ શિફ્ટ કરતા હોય તેમની દિનચર્યા એવી થઈ ગઈ હોય છે કે તેમનો ડિનર કરવાનો સમય બદલાઈ જતો હોય છે. ઓફિસમાં જઇને અડધી રાત્રે તેઓ ડિનર કરતા હોય છે. મોડી રાત્રે ડિનર કરવાથી પાચન પ્રક્રિયા બગડી જાય છે. નાઇટ શિફ્ટ કરતા હો તો મોડામાં મોડું 9 વાગ્યા સુધીમાં ડિનર કરી લો. જેથી, કામ પર ફોકસ બની રહે. જમ્યા પછી જો મોડી રાત્રે ભૂખ લાગે તો કોફી અથવા દૂધ પી શકો છો.


હળવો ખોરાક લેવો
ઘણાં લોકોનુ એવું માનવું હોય છે કે જમ્યા બાદ ઊંઘ આવવા લાગે છે, જેથી તેઓ ડિનર કરીને કામ નથી કરી શકતા. આવી પરિસ્થિતિમાં ડિનરમાં હળવો ખોરાક ખાવો જોઇએ. હળવા ખોરાકમાં બ્રાઉન રાઇસ, સલાડ અથવા જૂસ પી શકો, જેથી તમારું પેટ પણ ભરાઈ જશે અને ઊંઘ પણ નહીં આવે.

Next Story

રિસર્ચ / વિટામિન્સ અને મિનરલ્સની ટેબ્લેટ્સ ખાતાં હો તો થઈ જાઓ સાવધાન, મૃત્યુનું જોખમ વધી શકે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: health tips for people who are working in night shift
(News in Gujarati from Divya Bhaskar)