પ્રોટીન શેક, સ્મૂદીને બાજુ પર મૂકી માત્ર પીવો બાફેલાં ભાતનું પાણી, છે અનેક ફાયદાઓ

પેટના રોગ હોય કે પછી મિનરલ્સની ઉણપ, તેનાથી તમામ વસ્તુ સારી થઇ શકે છે

Divyabhaskar.com Aug 31, 2018, 07:03 PM IST

હેલ્થ ડેસ્કઃ દરેક ઘરના રસોડામાં સ્વસ્થ આરોગ્ય માટેની ચાવી હોય છે, ભાતના પાણીના રૂપમાં જિમ અને યોગ કરવાવાળાને પણ તેનાથી લાભ થશે. પેટના રોગ હોય કે પછી મિનરલ્સની ઉણપ, તેનાથી તમામ વસ્તુ સારી થઇ શકે છે. ત્યાં સુધી કે જે લોકો દૂધને ખોરાકમાં લઇ શકતાં નથી, તે પણ તેનાથી પોતાની ઉણપને પૂરી કરી શકે છે. જો કે ડાયાબિટીઝના દર્દીતો તેને ઓછા ખોરાકમાં લે.

 

શરીરને સંપૂર્ણ પણ નીચોવી નાખ્યું છે તો પ્રોટીન શેક અથવા સ્મૂદીની જગ્યા પર બાફેલા ભાતનું પાણી પીવો. થોડાક જ સમયમાં તે તમને એનર્જીથી ભરપૂર કરશે. ઘરમાં બાફેલાં ભાતનું જે પાણી નીકળે છે તેને પીવાનું છે. અથવા ત્રણ ચમચી ભાતને ત્રણ કપ પાણીમાં બાફશો તે તૈયાર થઇ જશે. તેને ગરમ જ પીવું જોઇએ.

 

એવું શું રહે છે 

તેમાં મોટા પ્રમાણમાં પોષણ અને રિફ્રેશિંગ ડ્રિંક રહે છે.

 

પોષણમાં શું

વિટામીન, બી1, બી2, નિયાસિન, આયર્ન રહે છે. ભાતમાં જે છે તે તેમાંથી મળશે. ખેડૂતો ખેતરમાં કામ કરતાં પહેલાં ભાતનું ઓસામણ અથવા માંડન ખોરાકમાં લે છે. ખૂબ જ મહેનત કરે પણ સ્વસ્થ તેઓ તેના કારણે રહે છે.

 

શું તમામ લોકો પી શકે છે ?

- હા તેમા ફેટ રહેતુ નથી. જે લોકોનું વજન વધું છે, સાથે વજન ઓછુ કરવા માંગે છે તેમના માટે ફાયદાકારક છે. સરળતાથી પચે છે, પાચન ખરાબ હોય તો તેને સુધારે છે. પ્રોટીનનુ પ્રમાણ ઓછું હોવાના કારણે તે કિડનીના રોગી માટે સારુ રહે છે. જે લોકો સોયા અથવા ડેરી મિલ્કને ખોરાકમા લેતાં નથી, તે આ લઇ શકે છે, કારણ કે આમા લેક્ટોઝ રહેતો નથી. આમા કાર્બોહાઈડ્રેટ વધારે રહે છે, એટલાં માટે ડાયાબિટીસના રોગી આને ખોરાકમા ઓછું લે. બ્લડપ્રેશર અને હાયપરટેન્શનના રોગી પણ આને લઇ શકે છે, કારણ કે આમાં સોડિયમ હોય છે.

 

- ગૈસ્ટ્રોએન્ટાઇટિસમાં પણ તે ફાયદો કરે છે  અને ડાયેરિયામા જુલાબને રોકે છે. તે શરીરનું તાપમાન સંતુલિત રાખે છે. આમાં પૂરતાં પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોવાના કારણે તે કેટલાય પ્રકારનાં કેન્સરને રોકવાનું કામ કરે છે.

 

- આનુ ફાઇબર કબજિયાત રહેવા દેતું નથી. એનાથી શૌચ સરળતાથી થાય છે. આમા સ્ટાર્ચ છે જે આંતરડામા સારો બૅકટેરિયા બનાવે છે. કાર્બ્સ પુરતાં પ્રમાણમા મળવાથી તે મોટાં પ્રણાણમાં ઉર્જાનુ સ્તર ઝડપથી વધારે છે.

 

- પ્રાચીનકાળમા મહિલાઓ આને વાળ અને ચામડીના ઉપચાર માટે પ્રયોગ કરતી. આનુ ઇનોસિટોલ એક પ્રકારનુ કાર્બોહાડ્રેટ છે, જે વાળને સિલ્કી બનાવે છે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Boiled Rice Water is good for health
(News in Gujarati from Divya Bhaskar)