ફાયદા / દરરોજ પીઓ એપલ ટી, વજન ઘટવાની સાથે પાચનની પ્રક્રિયા પણ સુધરશે

Divyabhaskar.com Apr 17, 2019, 12:21 PM IST

હેલ્થ ડેસ્કઃ સફરજન આરોગ્ય માટે કેટલું ફાયદાકારક છે તે બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે એપલ ટી પણ આરોગ્ય માટે એટલી જ ગુણકારી છે. એપલ ટી પીને તમે વજન તો ઘટાડી જ શકો છો. પરંતુ સાથે આ ચા તમને અન્ય રોગોથી સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ એપલ ટી કેવી રીતે બનાવાય અને તેના ફાયદા શું છે.


આ રીતે બનાવો એપલ ટી
એક પેનમાં 2 લિટર પાણી અને સફરજન કાપીને 10 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં ચા, લવિંગ અને તજ ઉમેરો. પછી તેને ગાળો અને ઠંડી કરવા મૂકો. પછી તેમાં મધ ઉમેરો અને પીવો. તમે ઈચ્છો તો આ ચાને ફ્રિજમાં પણ સ્ટોર કરીને રાખી શકાય છે. સ્ટોર કરેલી ચા 2 દિવસ સુધી પી શકાય છે.


એપલ ટી ક્યારે પીવી?
જો તમે વજન ઘટાડવા માગો છો તો સવારે ખાલી પેટ એક કપલ એપલ ટી પીઓ. આ સિવાય તમે બપોરે જમ્યા બાદ પણ પી શકો છો. તેનાથી ખોરાક સરળતાથી પચી જશે.


એપલ ટીના ફાયદા


વજન ઘટાડવામાં ઉપયોગી
સવારે 1 કપ એપલ ટી પીવાથી મેટાબોલિઝમ સારું થાય છે. તેમજ આ ચા ભૂખને પણ કન્ટ્રોલ કરે છે. એપલ ટી પીધા બાદ વધુ ભૂખ ન લાગતી હોવાથી વજન ઝડપથી ઘટે છે. આ સાથે જ આ ચા પીવાથી શરીરમાં દિવસભર ઊર્જા પણ બની રહે છે.


રોગપ્રતિકારક શક્તિ વધારે
એપલ ટીમાં હાજર વિટામિન સી, મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેનાથી તમે ચેપી રોગોથી સુરક્ષિત રહી શકો છો.


બોડી ડિટોક્સ
આ ચા પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો યુરિન દ્વારા બહાર નીકળી જાય છે. આ ઉપરાંત, એપલ ટી શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાની પ્રક્રિયામાં પણ સુધારો કરે છે.


બ્લડ શુગર કરે કન્ટ્રોલ
એન્ટિ-ઓક્સિડન્ટ્સ સિવાય સફરજનમાં નેચરલ શુગર પણ રહેલી હોય છે, જે બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હો તો આ ચાને તમારા ડાયટમાં ચોક્કસપણે સામેલ કરો.

Share
Next Story

વર્લ્ડ હેમોફિલિઆ ડે / હેમોફિલિઆથી પીડિત દર્દી એસ્પિરિન કે નોન સ્ટિરોઇડ લેવાથી બચો અને હંમેશાં ડોક્ટરનો નંબર સાથે રાખો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Benefits of apple tea
(News in Gujarati from Divya Bhaskar)