ઉપાય / ગરમીમાં વધી જાય છે અસ્થમાનું જોખમ, ઘરગથ્થુ ઉપચારો રાહત અપાવશે

Divyabhaskar.com Apr 17, 2019, 02:05 PM IST

હેલ્થ ડેસ્કઃ બદલાતી જીવનશૈલી અને સતત વધી રહેલા પ્રદૂષણના કારણે અસ્થમા રોગીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. આ શ્વસનતંત્ર સાથે જોડાયેલો એવો રોગ છે, જેમાં દર્દીને શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. ગરમીમાં તો આ સમસ્યા વધી જાય છે, તેથી આ ઋતુમાં અસ્થમાના દર્દીએ ખાસ કાળજી લેવી જોઇએ. નાની અમથી ચૂક પણ અસ્થમા અટેકનું કારણ બની શકે છે. તેથી, આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જેનાથી તમે ગરમીમાં પણ અસ્થમાથી સુરક્ષિત રહી શકશો.


શું છે અસ્થમા?
અસ્થમા અથવા દમ એક ગંભીર રોગ છે, જે શ્વાસનળીને અસર કરે છે. અસ્થમા થવાથી શ્વાસોચ્છવાસની નળીઓની આંતરિક દીવાલ પર સોજો આવે છે. આ સ્થિતિમાં શ્વાસ લેવામાં સમસ્યા ઊભી થાય છે અને ફેફસામાં હવાની માત્રામાં ઘટાડો થાય છે.


43% વધ્યું અસ્થમાની દવાઓનું વેચાણ
છેલ્લા 4 વર્ષમાં અસ્થમાની દવાઓના વેચાણમાં 43%નો વધારો થયો છે. ભારતમાં 15થી 20 કરોડ લોકો અસ્થમાથી પીડાય છે, જેમાં 12% બાળકો છે. બદલાતી જીવનશૈલીને લીધે આ રોગ બાળકોમાં પણ ફેલાઈ રહ્યો છે. આ રોગ 4થી 11 વર્ષની ઉંમરના બાળકોને પણ થઈ રહ્યો છે.


અસ્થમાનું કારણ
અસ્થમા થવાના ઘણા કારણો છે જેમ કે, ભેળસેળવાળો ખોરાક, ધુમ્રપાન, ઘરમાં પાળેલું પ્રાણી, વધુ માત્રામાં શરાબનું સેવન. સ્ત્રીઓમાં અસ્થમા થવાના કારણોમાં હોર્મોનલ ફેરફાર, વધારે પ્રમાણમાં મીઠું ખાવું, તાણ અને સ્થૂળતા વગેરે છે. જોકે, આ રોગનું મુખ્ય કારણ હવા પ્રદૂષણ છે.


ગરમીમાં કેમ વધી જાય છે અસ્થમાની સમસ્યા?
બદલાતી ઋતુમાં ચેપ લાગવાને કારણે અસ્થમાની સમસ્યા વધી શકે છે. આ ઋતુમાં ઠંડો અને ગરમ પવન પણ અસ્થમાના દર્દીઓની સમસ્યાઓનું કારણ બને છે. ઉનાળામાં ધૂળ વધુ ઉડે છે, જેનાથી અસ્થમાના દર્દીને એલર્જી થાય છે. આ ઉપરાંત બળબળતા તડકામાં બહારથી આવ્યા બાદ તરત કંઇક ઠંડું ખાઈ લો તો ઉધરસ, કફ અને ગળાનું ઈન્ફેક્શ થઈ જાય છે. પરંતુ આ ચેપ સામાન્ય લોકો કરતાં અસ્થમાના દર્દીને લાગે ત્યારે તેમને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડે છે.


અસ્થમાથી બચવાના ઘરગથ્થુ ઉપચાર


અંજીર
4 સુકા અંજીર આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે ખાલી પેટ ખાઈ લો. તેનાથી શ્વાસનળીમાં જમા થયેલો કફ ધીમે-ધીમે બહાર નીકળી જશે અને અસ્થમાથી રાહત મળશે.


લસણનું દૂધ
અસ્થમાની સારવાર માટે લસણ અસરકાર નીવડે છે. તેથી દૂધમાં 2-3 લસણ ઉકાળો અને ઊંઘતા પહેલાં રાત્રે આ દૂધ પીઓ. તેનાથી અસ્થમાની સમસ્યા ધીમે-ધીમે દૂર થશે.


અજમાનું પાણી
અજમાનું ગરમ પાણી પીવાથી અથવા તેની વરાળ લેવાથી પણ અસ્થમાના દર્દીઓને ઘણો ફાયદો થાય છે.


લવિંગનું પાણી
ગરમ પાણીમાં ઉકાળેલાં લવિંગમાં મધ મિક્સ કરો અને આ પાણી પીઓ. આ અસ્થમાની સમસ્યામાં રાહત આપે છે.


પીપળાના પાંદડા
પીપળાના પાંદડાને સૂકાં કરીને બાળી નાખો. ત્યારબાદ તેમાં મધ ઉમેરો. દિવસમાં ત્રણવાર એક ચમચી જેટલું આ મિશ્રણ ખાઓ. આ ઉપાયથી અસ્થમાની સમસ્યા થોડા જ સમયમાં દૂર થઈ જશે.

Share
Next Story

કારણો / નાની ઉંમરે અનેક કારણોસર વાળ સફેદ થઈ શકે છે, બચવા આટલું કરો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: asthma increases in summer keep yourself safe in this way
(News in Gujarati from Divya Bhaskar)