રિસર્ચ / પ્રદૂષણ પણ છે ક્રાઇમ વધવાનું કારણ, તેનાથી લોકોનું વર્તન બદલાઈ જાય છે

Divyabhaskar.com Apr 18, 2019, 12:26 PM IST

હેલ્થ ડેસ્કઃ વાયુ પ્રદૂષણ સમગ્ર વિશ્વના લોકો માટે એક મોટી સમસ્યા બની ગયું છે. વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ, દર વર્ષે લાખો લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. પરંતુ પ્રદૂષણ પર થયેલા એક નવા અભ્યાસમાં ચોંકાવી દે એવી વાત સામે આવી છે. આ અભ્યાસના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી લોકો વધુ ગુના કરવા લાગે છે.

 

વૈજ્ઞાનિકોનો દાવો છે કે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી લોકોની અંદર વધુ પડતી બેચેની ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે, જેનાથી તેમના વર્તનમાં બદલાવ આવી જાય છે. સંશોધકોનું માનવું છે કે જે જગ્યાએ વધુ વાયુ પ્રદૂષણ થાય છે, તે જગ્યાએ ગુનાના દરમાં પણ વધારો થાય છે.

 

ન્યુ યોર્કના કોલંબિયા બિઝનેસ સ્કૂલના સંશોધકોએ અભ્યાસ દ્વારા વાયુ પ્રદૂષણ અને ગુનાખોરીના વધતા પ્રમાણ વચ્ચેનો સંબંધ જાણવાનો પ્રયાસ કર્યો. આ અભ્યાસનું તારણ એવું નીકળ્યું કે જ્યાં વાયુ પ્રદૂષણનું સ્તર ઊંચું છે, ત્યાં ગુનાખોરીનો દર ઝડપથી વધી રહ્યો છે.

 

અભ્યાસના મુખ્ય લેખક ડો. જેક્સન લૂએ જણાવ્યું કે, 'અભ્યાસના આધારે એવું કહી શકાય કે હવામાં હાજર પ્રદૂષિત તત્ત્વો આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાની સાથે લોકોના વર્તનને પણ અસર કરે છે. વાયુ પ્રદૂષણ દુનિયાભરના લોકો માટે એક ગંભીર સમસ્યા છે, જે વિશ્વભરના કરોડો લોકોને અસર કરે છે.' અભ્યાસના પહેલા તબક્કામાં સંશોધકોએ જાણ્યું કે વાયુ પ્રદૂષણ અને લોકોના આક્રમક વર્તન વચ્ચે ઊંડો સંબંધ છે. આ સંશોધન પરથી એક વાત સાબિત થાય છે કે પ્રદૂષણ આરોગ્યને તો ખરાબ અસર કરે જ છે પણ સાથે વ્યક્તિની માનસિક સ્થિતિને પણ નુકસાન પહોંચાડે છે.

Share
Next Story

રસપ્રદ / ચીનની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી બની માતા, 31 વર્ષ પહેલાં રેડિયો પર સમાચાર સાંભળીને આઈવીએફ ટેસ્ટિંગમાં તેની માતા સામેલ થઈ હતી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: air pollution changes peoples behaviour make them commit crime
(News in Gujarati from Divya Bhaskar)