રેકોર્ડ / જાપાનમાં 258 ગ્રામ વજનનું દુનિયાનું સૌથી નાનું બાળક જન્મ્યું, 6 મહિનાની સારવાર બાદ વજન 13 ગણું વધીને 13 કિલો થયું

Divyabhaskar.com Apr 21, 2019, 10:08 AM IST

હેલ્થ ડેસ્ક: જાપાનમાં જન્મેલા દુનિયાના સૌથી નાના બાળકને શુક્રવારે ડોકટરોએ ઘરે લઇ જવાની અનુમતિ આપી હતી. યુસુકે નામના આ બાળકનો જન્મ ઓક્ટોમ્બર 2018માં થયો હતો. જન્મ વખતે તેનું વજન માત્ર 258 ગ્રામ જ હતું. 6 મહિનાથી વધારે ચાલી રહેલી સારવાર બાદ આ બાળકનું વજન હાલ 3 કિલો થઇ ગયું છે. 

લંબાઈ માત્ર 22 સેમી 
 આ બાળકની માતા તોશુકોને પ્રેગનન્સીના 24માં અઠવાડિયે હાઈ બીપીના લીધે અધૂરા મહિને જ ડિલિવરી કરાવવી પડી હતી. જન્મ સમયે યુસુકેની લંબાઈ 22 સેમી હતી. વજન ઓછું હોવાને કારણે તેને નિયોનેટલ કેર યુનિટમાં રાખ્યો હતો. હોસ્પિટલમાં બાળકનું ફીડિંગ ટયૂબ દ્વારા કરવામાં આવતું હતું. 

13 ગણું વજન વધ્યું
આશરે 6 મહિનાથી વધારે સમય ચાલેલી આ સારવાર બાદ તેનું વજન 13 ગણું વધીને 3 કિલો થઈ ગયું હતું. યુસુકેની માતાના કહ્યું કે, જન્મ સમયે મારા પુત્રનું કદ ઘણું ઓછું હતું, એવું લાગતું હતું કે અડકવાથી તે તૂટી જશે. હાલ હું ઘણી ખુશ છું કે તે ઝડપથી વધી રહ્યો છે. હું તેને મારા ઘરે જમાડી અને નવડાવી શકું છું.

રિસર્ચ 
22 અઠવાડિયાં પહેલાં જન્મતા બાળકની જીવિત રહેવાની સંભાવના માત્ર 10 ટકા જ હોય છે. 24 અઠવાડિયામાં જન્મતા બાળકોની જીવવાની શક્યતા 60 ટકા હોય છે.

યુનિવર્સિટી ઓફ આયોવા રિપોર્ટ અનુસાર, આની પહેલાં સૌથી નાની અને કમજોર જીવિત બાળકનો રેકોર્ડ જર્મનીમાં વર્ષ 2009માં જન્મેલા બાળકને નામ હતો, જેનું વજન માત્ર 274 ગ્રામ હતું. તો બીજી તરફ દુનિયાની સૌથી નાની બાળકીનો રેકોર્ડ જર્મની જર્મનીમાં વર્ષ 2015માં જન્મેલી બાળકીને નામ હતો. 25 અઠવાડિયાં પછી જન્મેલી આ બાળકીનું વજન માત્ર 252 ગ્રામ જ હતું.

Share
Next Story

શોધ / હવે સ્માર્ટ સેન્સરવાળો નાઇટ ડ્રેસ જણાવી દેશે કે તમારી ઊંઘ પૂરી થઈ છે કે નહીં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Worlds smallest baby boy set to go home in Japan
(News in Gujarati from Divya Bhaskar)