Loading...

PM મોદીએ મનની વાતમાં કર્યો અમદાવાદી રીક્ષાચાલકની દીકરી આફરિનનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદી આજે રવિવારે પોતાના મન કી બાતથી દેશવાસીઓને 46મી વાર રેડિયો સંબોધન કર્યું હતું

Divya Bhaskar Jul 29, 2018, 02:49 PM
આફિરન શેખ અમદાવાદમાં રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા મોહમ્મદ શેખની દીકરી છે

અમદાવાદ: વડાપ્રધાન મોદી આજે રવિવારે પોતાના મન કી બાતથી દેશવાસીઓને 46મી વાર રેડિયો સંબોધન કર્યું હતું. જેમાં તેમણે અમદાવાદી રીક્ષાચાલકની દીકરી આફરિનનો ઉલ્લેખ કર્યો હતો. આફરિન શેખ માર્ચમાં જ યોજાયેલી પરીક્ષામાં ઝળહળતું પરિણામ લાવી હતી. તેણે 98.31 ટકા મેળવીને હાલ ધોળકાની સ્કૂલમાં સાયન્સમાં અભ્યાસ કરી રહી છે.


કોણ છે આફરિન શેખ?


આફિરન શેખ અમદાવાદમાં રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા મોહમ્મદ શેખની દીકરી છે. તેના પિતાનું સપનું છે કે દીકરી એમબીબીએસ કરીને ડોક્ટર બને. દીકરીને ડોક્ટર બનાવવા માટે તેઓ રાતદિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર સાથે જુહાપુરામાં આવેલા અંબર ટાવર ખાતે રહે છે.


વડાપ્રધાનની મનની વાત રેડિયો પર સાંભળી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 46મીવાર દેશવાસીઓને મનની વાત કરી હતી. ત્યારે વડાપ્રધાનને સાંભળવા માટે જુહાપુરા રહેતા આફરિનના પરિવારે પણ આગોતરું આયોજન કર્યું હતું અને ફળિયામાં ખાસ વ્યવસ્થા કરીને મનની વાત સાંભળી હતી.


પોતાના નામનો ઉલ્લેખ વડાપ્રધાને મન કી બાતમાં કરતાં શું કહ્યું આફરિને?


ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી આફરિને પોતાના નામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને મારા નામનો ઉલ્લેખ કરતાં બહું ખુશી થઈ છે. આટલાં મોટા દેશના વડાપ્રધાન મારું નામ લીધું તે ગર્વની વાત છે. મારી મહેનત પર મને ખૂબ ગર્વ થાય છે. હું બધા સ્ટુડન્ટ્સેને મેસેજ આપીશ કે તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહો અને રોજ અભ્યાસ કરો.


દીકરીના નામનો મન કી બાતમાં ઉલ્લેખ થતાં શું કહ્યું મોહમ્મદ શેખે?


પોતાની દીકરીના નામનો ઉલ્લેખ થતાં મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે, એટલી ખુશી થઈ કે હું કોઈને કહું શકું તેમ નથી. મારું સપનું મારી દીકરીને ડોક્ટર બનાવવાનું છે એ માટે હું મહેનત કરી રહ્યો છું. સાથે લોકોની દુઆની પણ જરૂર છે.

મન કી બાત પૂરી થતાં મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા

વડાપ્રધાનના રેડિયો પ્રોગ્રામ મન કી બાત પૂર્ણ થતાં અંબર ટાવર ખાતે આફરિનના પરિવાર રેડિયો પ્રોગ્રામ સાંભળનાર સૌ કોઈના મોં મીઠા કરાવ્યા હતા.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: pm modi descried auto driver daughter afrin shekh in mann ki baat
(News in Gujarati from Divya Bhaskar)