83ના થયા ઓ.પી.કોહલી; પાકિસ્તાન પંજાબમાં જન્મ, પ્રોફેસરથી લઇ રાજ્યપાલ સુધીની રાજકીય સફર

આજે ગવર્નર ઓમ પ્રકાશ કોહલીનો 83મો જન્મદિવસ; લેખક, નેતા, પ્રોફેસર અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે

Divyabhaskar.com Aug 09, 2018, 01:51 PM IST

ગાંધીનગરઃ આજે ગુજરાત રાજ્ય રાજ્યપાલ ઓ.પી. કોહલીનો 83મો જન્મદિવસ છે. તેઓનો જન્મ બ્રિટીશ ઇન્ડિયાના પાકિસ્તાનમાં આવેલા પંજાબના અટોકમાં 9 ઓગસ્ટ 1935માં થયો હતો. અભ્યાસમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સાદગીપૂર્ણ જીવન અને નમ્રતાના પ્રતિક સમા કોહલી પ્રોફેસર, લેખક અને રાજ્યસભાના સાંસદથી લઈ આજે છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સુધીની સફર ખેડી ચૂક્યા છે.

 

આઝાદી બાદ પાકિસ્તાનથી દિલ્હી આવી સ્થાયી થયેલા કોહલી દિલ્હી યુનિવર્સિટીમાં ભણ્યા અને પ્રોફેસર પણ રહ્યા છે. કટોકટી વખતે વિદ્યાર્થી કાળમાંજ મિસા કાયદા હેઠળ જેલમાં પણ રહ્યા છે. પ્રોફેસર જીવન સાથે લેખન કાર્યમાં આગળ વધી તેમને પુસ્તકો પણ લખ્યા છે. હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.

 

ઓમ પ્રકાશ કોહલીની રાજકીય સફર

 

*વિદ્યાર્થીકાળથી જ અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ (ABVP)માં સક્રિય રહી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી સંભાળી છે.

 

*દિલ્હી યુનિવર્સિટીમાં 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજના પ્રોફેસર રહ્યા હતા

 

*દિલ્હી યુનિવર્સિટી શિક્ષક સંઘ (DUTA)ના અધ્યક્ષ તરીકેથી રાજકીય સફર શરૂ કરી.

 

*અટલ બિહાર વાજપાઇ વખતે ઇ.સ. 1999-2000 સુધી દિલ્હી પ્રભાગના ભાજપના અધ્યક્ષ રહ્યા હતા

 

*સને 1994થી 2000 સુધી રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી.

 

*8 જુલાઈ 2014થી આજ દીન સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: happy birthday o p kohali governar of Gujarat
(News in Gujarati from Divya Bhaskar)