Loading...

ગુરુકુલમાં 4 મહિનાથી થાંભલા-કેબલ છતાં લાઇટ ન નંખાઇ

ભાજપએ ચુંટણી સમયે આપેલું વચનનું પાલન ન કર્યુ

Divya Bhaskar Apr 10, 2018, 03:10 AM
ગાંધીધામ નગરપાલિકાના ગેરવહીવટ સામે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. લોકોના ટેક્ષના પૈસામાંથી સુવિધા ઉભી કરવા માટે એક બાજુ સત્તાધીશો નેમ ધરાવી રહ્યા છે પરંતુ સમયસર કામગીરી થાય છે કે કેમ તે જોવાની ફુર્સત રહેતી નથી. ગુરુકુલ વિસ્તારમાં ચાર મહીનાથી થાંભલા અને કેબલ નાંખી દેવામાં આવ્યા છે પરંતુ લાઇટ ફીટીંગ કરવા માટે પાલીકાને મુહુર્ત જોવું પડે છે. રહીશો દ્વારા રજુઆત કરવામાં આવ્યા છતાં પણ પાલીકા આ પ્રશ્ન પ્રત્યે ધ્યાન આપતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

પોશ વિસ્તારના ગુરુકુલમાં અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. અગાઉ રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં ફોરલેનના કામમાં ખુદ ભાજપના જ સભ્યો અને આગેવાનોએ કામ નબળું થતું હોવા સહીતના મુદે ઉહાપોહ મચાવ્યો હતો. દરમ્યાન ગુરુકુલ વિસ્તારમાં થાંભલા અને કેબલ ફીટ કરવામાં આવ્યા છે અને માત્ર લાઇટ લગાવવાની બાકી છે. 7એ વિસ્તારમાં રોમીયો રાત પડે ચક્કર કાઢતા હોય તેવી ફરીયાદ ઉઠી છે અને મહીલાઓની છેડતીના બનાવો પણ બની રહ્યા છે. નિયમ મુજબ પાલીકાના લેણાં ભરવામાં આવતા હોવા છતાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવવામાં આવી રહ્યા અંગે આ વિસ્તારના રહીશ અરવિંદભાઇ બુચએ આક્રોશ વ્યકત કર્યો હતો. નગર પાલીકાની ઓફીસરમાં એવું કહેવામાં આવે છે કે કામદારો અને લાઇટ નથી. શું ફરી વખત ચુંટણી આવવાની નથી ? જે તે સમયે ભાજપને ખોબલે ખોબલે મત આપવામાં આવ્યા હતા. ચુંટાયા પછી પ્રજાના પ્રશ્નો પ્રત્યે દાદ આપતા નથી. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ વીજળીની બચતના નામે પાલીકા દ્વારા અંદાજે 8 હજાર જેટલા વીજ પોલ પર એલઇડી બલ્બ લગાડવામાં આવ્યા છે. લગાવવામાં આવેલા બલ્બ પછી કેટલાક વિસ્તારમાં અવારનવાર લાઇટ બંધ રહેતી હોવાની ફરીયાદ ખુદ ભાજપના જ નગરસેવકો કરી રહ્યા છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગુરુકુલમાં 4 મહિનાથી થાંભલા-કેબલ છતાં લાઇટ ન નંખાઇ
(News in Gujarati from Divya Bhaskar)