Loading...

તા. પંચાયતની કા.ના ચેરમેનનું રાજીનામું ?

ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપની આંતરીક ખટપટો વધી રહી છે. કથીત ભ્રષ્ટાચાર સહીતના મુદે સામસામા આક્ષેપો કરવામાં...

Divya Bhaskar Apr 10, 2018, 03:10 AM
ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપની આંતરીક ખટપટો વધી રહી છે. કથીત ભ્રષ્ટાચાર સહીતના મુદે સામસામા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિવાદના વમળમાં અટવાયેલી આ તાલુકા પંચાયતમાં ખટપટનું રાજકારણ ગરમ બની રહ્યું છે. તાલુકા પંચાયતની કારોબારી સમીતીના ચેરમેન રમેશ મ્યાત્રાએ અગમ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની વાત બહાર આવી છે. પંચાયત પ્રમુખને પત્ર પાઠવ્યા અંગે સુત્રો દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પંચાયતના ભાજપના આગેવાનો જો આ રાજીનામું આવ્યું હોય તો તેનો સ્વીકાર કરે છે કે કેમ તેનું ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: તા. પંચાયતની કા.ના ચેરમેનનું રાજીનામું ?
(News in Gujarati from Divya Bhaskar)