Loading...

સતત વાહનોના ધમધમાટના કારણે રોજ સર્જાય છે ટ્રાફીક જામ : નેશનલ હાઈવે ઓથોરીટી ધક્કા માર્યા વગર કામજ ન કરતી હોવાનો સુર

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા અમલી યોજના મુખ્યમંત્રીના હસ્તે તાલીમ કાર્યક્રમ પુસ્તિકાનું...

Divya Bhaskar Apr 10, 2018, 03:10 AM
ગાંધીધામ તાલુકાના પડાણા ગામ પાસે આવેલા બ્રીજ પર મોટુ ગાબડુ પડી જવાના કારણૅ ભારે વિવાદ સર્જાયા બાદ નેશનલ હાઈવે ઓથોરીટીએ પુલને માંડ તોડવા સમય કાઢ્યો હતો, પરંતુ તેને તોડીને ફરી ઓથોરીટી ભુલી ગઈ હોય તેમ લાંબા સમય બાદ હજી સુધી નવા પુલનું નિર્માણનું મુહુર્ત કાઢી શકાયો નથી.

તાલુકાના પડાણા ગામ સામે આવેલા ઓવરબ્રીજ પર ભારે વરસાદ બાદ ગતવર્ષે મોટુ ગાબડુ પડી ગયુ હતુ. જેના કારણૅ તેને બંધ કરી બાજુમાંથી ડાયવર્ઝન આપી દેવાયુ હતુ. આજ સ્થીતીમાં લાંબો સમય રહ્યા બાદ ભારે ટ્રાફીક અને ડાયવર્ઝનના કારણે એક બાદ એક અકસ્માતોના બનાવો બનતા ગયા અને આઠથી વધુ મોત સર્જાયા, જેનાથી રોષે ભરાયેલા સ્થાનીક ગ્રામજનોએ હાઈવે બંધ કરી ચક્કાજામ દ્વારા વિરોધ દર્શાવી નેશનલ હાઈવે ઓથોરીટીને ઉઠાડવાના પ્રયત્નો કર્યા હતો. ત્યારબાદ પણ ન જાગેલી ઓથોરીટીની કચેરીમાં ગ્રામજનો પહોંચ્યા ત્યારે જઈને એંનએચ દ્વારા બંધ પુલમાં ગાબડાના સ્થળે માત્ર આડસ બાંધીને ફરી પુલ ખોલી નખાયો હતો. જો આજ સમાધાન હતુ તો ડાયવર્ઝનના કારણે થયેલા અકસ્માતોમાં આઠ મોતનું જવાબદાર કોણ હતુ? ત્યારબાદ થોડા મહિના અગાઉ બ્રીજને તોડી પાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જાણે ઓથોરીટી પોતાની આદત મુજબ વધુ એક વાર ભુલી ગઈ હોય તેમ નવા પુલના નિર્માંણ અંગે હજી સુધી કામજ શરુ કરવામાં આવ્યુ નથી. તો બીજી તરત બે પોર્ટ સીટી અને કચ્છની એન્ટ્રી માટેના મહત્વપુર્ણ રોડ હોવાના કારણે સતત ટ્રાફીકનો મારો રહેતો હોવાથી ડાયવર્ઝનના કારણે રોજ કલાકો ટ્રાફીક જામની સમસ્યા રહે છે. સોમવારે સવારથી ત્રણ કલાક જેટલો સમય સમગ્ર રોડ ચક્કાજામ રહ્યો હતો. ઓથોરીટીની ગોકળગાય જેવી કામગીરીથી ન માત્ર સ્થાનીકોમાં રોષ છે પરંતુ રોજેરોજ હજારો વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પડાણામાં પુલ તોડ્યા બાદ નવા બ્રીજનું કામ જ શરૂ નથી કરાતુ

ગમે તેમ કામ ચાલુ કરોઃ સરપંચ, સાહેબ બહાર છેઃ NH

આ અંગે પડાણા ગામના સરપંચ ધનજી આહિરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે બ્રીજનું કામ આટલો સમય વિત્યા છતા હજી શરુ નથી કરાયુ, જેના કારણે રોજેરોજ નાના મોટા અકસ્માતો અને ટ્રાફીકજામ રહે છે, જેથી સત્વરે કામ ચાલુ કરાવવું જોઇએ, તો આ અંગે નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રોજેક્ટ હેડ પી.કે. સિંઘનો સંપર્ક સાધતા થઈ શક્યો નહતો, તો અન્ય અન્ય અધિકારી અર્જુન વર્માનો સંપર્ક કરતા હેડ ગાંધીનગર બેઠકમાં ગયા હોવાનું અને તેમને આ અંગે કોઇ ટૅકનીકલ માહિતી ન હોવાનું જણાવ્યુ હતુ.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સતત વાહનોના ધમધમાટના કારણે રોજ સર્જાય છે ટ્રાફીક જામ : નેશનલ હાઈવે ઓથોરીટી ધક્કા માર્યા વગર કામજ ન કરતી હોવાનો સુર
(News in Gujarati from Divya Bhaskar)