રહીશોએ વાહનચાલકોની દાદાગીરી અને ગંદકીથી ત્રાસી મંદિર બનાવી દીધું

News - ભારેખમ ટ્રકની પેશકદમી રોકવા માટે રજુઆત પછી પરિણામ ન આવ્યું

Divyabhaskar.com Apr 10, 2018, 03:05 AM IST
ગાંધીધામ નગરપાલિકાના વોર્ડ નં. 9 એ ના પ્લોટમાં એક શીપીંગ એજન્સીના ભારેખમ વાહનોની અવરજવર અને ન્યુસન્સ અંગે રહીશો દ્વારા અવારનવાર રજુઆત કરવામાં આવ્યા પછી કોઇ જ પગલા ભરવામાં આવ્યા નથી. રહીશો દ્વારા વાહનચાલકોની દાદાગીરી અને ગંદકીના પગલે સાફ સફાઇ કરીને પ્લોટનો કબજો લઇ મંદીર બનાવી લેવામાં આવતા દબાણનો મુદો ઉભો થયો હતો. પાલીકા દ્વારા આ બાબતે દબાણ હટાવવા માટે નોટીસ પણ આપી દેવામાં આવી છે. દરમ્યાન આ વિસ્તારના રહીશોએ આજે ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવી કોઇ દબાણ કરવામાં આવ્યુ નથી તેમ જણાવી આ પ્લોટ પર બગીચો બનાવવા માટે પણ રજુઆત કરી હતી.

આદર્શનગર વેલફેર સંસ્થાના નેજા હેઠળ આ વિસ્તારના રહીશો દ્વારા ચીફ ઓફીસરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે બગીચા માટેના પ્લોટમાં 15 વર્ષથી પાલિકાના નાક નીચે મોટી ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા પોતાના વાહન રાખી દબાણ કરવામાં આવ્યું હતું. રહીશો દ્વારા નાના મંદીરની પુજા અર્ચના કરવામાં આવતી હતી. અવારનવાર રજુઆત પછી છેવટે જુના મંદીરના ઓટલાને તોડીને હનુમાનજીની નવી મુર્તિ મુકવામાં આવી છે. પાલિકા આ પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું છે તેવી વાહીયાત અને પ્રજાને ગેરમાર્ગે દોરી દબાણ દુર કરવાનું નક્કી કરાયું છે તે બાબત ગંભીર અને આ વિસ્તારના લોકો સાથે વેર પુર્વક કાર્યવાહી કરાવીને સામાજીક સમરસતાને નુકશાન થાય તેવો ઇરાદો જાણી જોઇને કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. શહેરના અન્ય જગ્યાએ ખરેખર દબાણ દુર ન કરવાના ખુલાસા પાલિકાએ આપવા જ જોઇએ. હાલ જે પરીસ્થિતિ ઉભી થશે તેમાં સંપૂર્ણ જવાબદારી પાલીકાની રહેશે.

‘9એ ના પ્લોટ પર બગીચો બનાવો’

ખોટી કાર્યવાહી થશે તો માઠુ પરીણામ

રહીશો દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જુદા જુદા મુદાઓમાં જોવામાં આવે તો એક મુદામાં મંદીર જાહેર પ્રજા માટે છે અને વ્યક્તિગત કોઇ પણ રહીશએ દબાણ કર્યુ નથી. દબાણના નામે ખોટી કાર્યવાહી કરાશે તો તેના ભવિષ્યમાં પરીણામો પ્રજા દ્વારા ચોક્કસ પોતાની ભાષમાં આપવામાં આવશે તેવી પણ ચીમકી અપાઇ છે.

દબાણને દુર કરવા પોલીસ બંદોબસ્ત મંગાયો

પાલિકા દ્વારા પ્લોટના દબાણને દુર કરવા માટે પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું છે. અગાઉ 10મી તારીખે આ દબાણ હટાવવા માટે કાર્યવાહી કરવાની હતી તે અંગેનો પત્ર પણ સબંધીતોને મોકલી આપવામાં આવ્યા પછી હવે સંભવત: 13મી તારીખ આસપાસ દબાણ દુર કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: રહીશોએ વાહનચાલકોની દાદાગીરી અને ગંદકીથી ત્રાસી મંદિર બનાવી દીધું
(News in Gujarati from Divya Bhaskar)