Loading...

ગાંધીધામ પાલિકાએ નવા નાણાંકીય વર્ષમાં શહેરીજનો પર બોજો વધારી દીધો

ફલેગમાર્ચ સાથે આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકોને દંડ કરી ફરી નિયમભંગ નકરવા તાકીદ કરાઇ નવા નાણાંકીય...

Divya Bhaskar Apr 10, 2018, 03:05 AM
ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરીમાં દર વર્ષે નબળી વસુલાત થઇ રહી છે. પાલિકાની તીજોરીમાં જોઇએ તેવી આવક લાવવામાં સત્તાધીશો સરેઆમ નિષ્ફળ ગયા છે. નવા નાણાંકીય વર્ષમાં પાલિકા દ્વારા રહેણાંકમાં પ્રતિ ચો.મી.એ અગાઉ 7.50 હતા તેના 8 રૂપિયા અને બીનરહેણાંકમાં 11.20 રૂપિયા હતા તેમાં વધારો કરી 12 રૂપિયા કરીને અનુક્રમે 50 પૈસા અને 80 પૈસાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે. અત્યારે પાંચેક હજાર જેટલા બીલ તો સીટી વિસ્તારમાં બજવણી માટે મોકલી દેવામાં આવ્યા છે. રહેણાંકના 35 હજાર અને બીન રહેણાંકના 20000 મળીને અંદાજે 55000 જેટલી મીલ્કત પાલિકાના ચોપડે બોલી રહી છે.

શહેરમાં વેરા વસુલવામાં અક્ષમ બનેલી પાલિકાએ નવા વર્ષે પણ લોકો ઉપર સુવિધાઓ આપવાની સામે વેરા વસુલાત પર વધુ ધ્યાન આપવાની દિશામાં પગલા ભરવાની શરૂઆત કરી હોય તેમ મિલ્કત વેરામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગાંધીધામ આદીપુરમાં મિલ્કત વેરા મુદે અવારનવાર વિવાદ પણ થયા છે. 32 કરોડના ટાર્ગેટ સામે 13 કરોડ જેટલી જ રકમ ગત નાણાંકીય વર્ષમાં પાલિકાની તીજોરીમાં આવી હતી. આ શરમજનક બાબતનો સીલસીલો અગાઉથી જ ચાલ્યો આવે છે. તેના કારણે પાલિકાના અધિકારીઓ, ચીફ ઓફીસર નીતીન બોડાત પણ આ રસ્તે ગયા હોય તેમ વધુ કોઇ પગલા ભરવાનું ટાળ્યું હતું. નળ, ગટર કનેકશન પણ જુજ પ્રમાણમાં કટ કરી નાંખ્યા હતા. બાકીદારો સામે લાલ આંખ કરવી જોઇએ તે પણ કરવામાં શરમ અનુભવતી પાલિકાને વેરા વસુલાતની કામગીરીમાં કેવી રીતે આગળ વધવું જોઇએ તે માટે વ્યવસ્થિત આયોજન કરવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે. માત્ર અગાઉની બાબતો પર ધ્યાન આપીને તેની ખામી દુર કરવાની કામગીરી પણ કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા વેરા વસુલવાની કામગીરી અગ્રેસર રહી છે પરંતુ જે ભૌતિક સુવિધાઓ આપવી જોઇએ તે આપવામાં પાલિકા પાછીપાની કરી રહી છે. સફાઇ અને પાણી વેરા ઉઘરાવ્યાની સામે વ્યવસ્થિત રીતે જુદા જુદા વિસ્તારમાં સફાઇ થતી નથી. આવી જ રીતે 365 દિવસનો પાણીનો વેરો વસુલવામાં આવે છે પરંતુ અંદાજે 150 દિવસ પાણી આપવામાં આવતું હોય તેવી પરીસ્થિતિ છે.

બીનરહેણાંકમાં 80 અને રહેણાંકમાં 50 પૈસા પ્રતિ ચો.મી.એ વધી ગયા

ગાંધીધામ આદીપુરમાં અલગ અલગ વ્યવસ્થા

સંકુલમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અનુસાર ગાંધીધામ અને આદીપુરમાં વેરાવસુલાત માટે અલગ અલગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેથી બાકીદારો કે મિલ્કતદારોને સુગમતા રહે અને લાંબો ધક્કા ખાવો પડે નહી. બંને સ્થળોએ પાલિકા કચેરીમાં જે તે વિસ્તારના વેરાની વસુલાત માટે કાર્યવાહી થતી હોય છે.

આકારણી કરવાનું ટાળવામાં આવી રહ્યું છે

ગાંધીધામ પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ થઇ રહેલા રહેણાંક અને બીનરહેણાંકની મીલ્કતોમાં સમયસર આકરણી કરવી જોઇએ તે કરવામાં આવી નથી. વર્ષોથી આ ખામી દુર કરવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ એક એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવ્યા પછી આ બાબતે ત્યારબાદ કોઇ જ પગલા ભરવામાં આવ્યા હોય તેવું બહાર આવ્યું નથી. માત્ર કોઇ મિલ્કતદાર આવીને પોતાની આકરણી માટે રજુઆત કરે તો તેની આકરણી કરવામાં આવે છે. સરકારી કચેરીઓની પણ આકરણી કરવામાં પાલિકા નાનપ અનુભવી રહી છે.

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરીમાં દર વર્ષે નબળી વસુલાત થઇ રહી છે. પાલિકાની તીજોરીમાં જોઇએ તેવી આવક લાવવામાં સત્તાધીશો સરેઆમ નિષ્ફળ ગયા છે. નવા નાણાંકીય વર્ષમાં પાલિકા દ્વારા રહેણાંકમાં પ્રતિ ચો.મી.એ અગાઉ 7.50 હતા તેના 8 રૂપિયા અને બીનરહેણાંકમાં 11.20 રૂપિયા હતા તેમાં વધારો કરી 12 રૂપિયા કરીને અનુક્રમે 50 પૈસા અને 80 પૈસાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે. અત્યારે પાંચેક હજાર જેટલા બીલ તો સીટી વિસ્તારમાં બજવણી માટે મોકલી દેવામાં આવ્યા છે. રહેણાંકના 35 હજાર અને બીન રહેણાંકના 20000 મળીને અંદાજે 55000 જેટલી મીલ્કત પાલિકાના ચોપડે બોલી રહી છે.

શહેરમાં વેરા વસુલવામાં અક્ષમ બનેલી પાલિકાએ નવા વર્ષે પણ લોકો ઉપર સુવિધાઓ આપવાની સામે વેરા વસુલાત પર વધુ ધ્યાન આપવાની દિશામાં પગલા ભરવાની શરૂઆત કરી હોય તેમ મિલ્કત વેરામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગાંધીધામ આદીપુરમાં મિલ્કત વેરા મુદે અવારનવાર વિવાદ પણ થયા છે. 32 કરોડના ટાર્ગેટ સામે 13 કરોડ જેટલી જ રકમ ગત નાણાંકીય વર્ષમાં પાલિકાની તીજોરીમાં આવી હતી. આ શરમજનક બાબતનો સીલસીલો અગાઉથી જ ચાલ્યો આવે છે. તેના કારણે પાલિકાના અધિકારીઓ, ચીફ ઓફીસર નીતીન બોડાત પણ આ રસ્તે ગયા હોય તેમ વધુ કોઇ પગલા ભરવાનું ટાળ્યું હતું. નળ, ગટર કનેકશન પણ જુજ પ્રમાણમાં કટ કરી નાંખ્યા હતા. બાકીદારો સામે લાલ આંખ કરવી જોઇએ તે પણ કરવામાં શરમ અનુભવતી પાલિકાને વેરા વસુલાતની કામગીરીમાં કેવી રીતે આગળ વધવું જોઇએ તે માટે વ્યવસ્થિત આયોજન કરવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે. માત્ર અગાઉની બાબતો પર ધ્યાન આપીને તેની ખામી દુર કરવાની કામગીરી પણ કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા વેરા વસુલવાની કામગીરી અગ્રેસર રહી છે પરંતુ જે ભૌતિક સુવિધાઓ આપવી જોઇએ તે આપવામાં પાલિકા પાછીપાની કરી રહી છે. સફાઇ અને પાણી વેરા ઉઘરાવ્યાની સામે વ્યવસ્થિત રીતે જુદા જુદા વિસ્તારમાં સફાઇ થતી નથી. આવી જ રીતે 365 દિવસનો પાણીનો વેરો વસુલવામાં આવે છે પરંતુ અંદાજે 150 દિવસ પાણી આપવામાં આવતું હોય તેવી પરીસ્થિતિ છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગાંધીધામ પાલિકાએ નવા નાણાંકીય વર્ષમાં શહેરીજનો પર બોજો વધારી દીધો
(News in Gujarati from Divya Bhaskar)