Divyabhaskar.com | Updated -Apr 10, 2018, 03:05 AM
ગાંધીધામ એડિવિઝન પોલીસના અધિકારીઓ સાથે પોલીસ કાફલો ભર બપોરે ફ્લેગમાર્ચ કરી તમામ વીસ્તારમાં ફરી વળ્યા હતા,ફ્લેગમાર્ચ સાથે શહેરમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલી ફરિ નિયમભાંગ ન કરવા તાકિદ પણ આપી હતી.પોલીસવડાભાવના પટેલના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધીક્ષક ડી.એસ.વાઘેલાની સૂચનાથી ઇન્ચાર્જ પીઆઇ જયરાજ ગઢવીની આગેવાની માં યોજાયેલી ફ્લેગમાર્ચમાં પોલીસકાફલો ભારતનગર,સુંદરપુરી,લીલાશાહ,ગાંધીમાર્કેટ,ઝંડાચોક,ચાવલાચોક વગેરે સ્થળો પર ફર્યા હતા.આ બાબતે પીઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં પોલીસ દ્વારા કરાતી ફ્લેગમાર્ચને કારણે અસામાજિક તત્વો અસામાજીક પ્રવૃતિ કરી શકશે નહીં આવા તત્વોને ડામવા માટેના ઉદ્દેશથી જ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવશે.