નવીસુંદરપુરીમાં યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

News - ગાંધીધામમાં બે અપમૃત્યુના બનાવ બન્યા : આહિરવાસમાંથી 40 વર્ષના યુવાનની લાશ મળી આવતાં પોલીસે તપાસ શરુ કરી

Divyabhaskar.com Apr 10, 2018, 03:05 AM IST
ગાંધીધામમાં એકજ દિવસમાં બે અપમ્રુત્યુના બનાવ સામે આવવા પામ્યા હતા. એક કિસ્સામાં સુંદરપુરીમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અન્ય એક કિસ્સામાં મ્રુતદેહ મળી આવ્યો હતો.

નવી સુંદરપુરી વીસ્તારમાં રહેતા 18 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,મજુરી કામ કરતા 18 વર્ષીય વીરાભાઇ નાનજીભાઇ માજીરાણાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો,આ પગલું કયા કારણોસર ભર્યું આ યુવાને એ તપાસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ ભાટી તપાસ ચલાવી રહ્યા છે. બીજી તરફ ગાંધીધામના આહીરવાસમાંથી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો,પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ સવારે નવ વાગ્યાના આરસામાં આહિરવાસમાંથી 40 વર્ષીય પ્રહલાદ સાધુરામ દુગાળા નો મૃતદેહ મળી આવ્યો હતો.

યુવાનોમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યુ

ગાંધીધામ સંકુલમાં છેલ્લા સપ્તાહમાંજ ચાર જેટલી ઘટનાઓ આપઘાતની સામે આવવા પામી છે, તો પુર્વ કચ્છમાં આ આંકડો આઠ સુધી પહોંચી રહ્યો છે. આ અંગે મનોવૈજ્ઞાનિક સંજય બારોટનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે લપસણી ઉંમર ગણાતી 16 થી 20 વર્ષે અને સ્થીતી, સમાજને સાપેક્ષમાં રાખતા 25 ની વય સુધીના યુવક, યુવતીઓ કોઇ પણ નાની મોટી સમસ્યા આવી પડતા ખુબ જલદી નાસીપાસ થઈ જાય છે અને જીવનને એટલુજ ગણીને તે અંતિમ પગલુ ભરી છે, આ સ્થીતી ઉદભવવાનુ મોટુ કારણ પરીવાર સાથે ક્વોલીટી સમય ગાળો ન ગળાતો હોવાનું પણ છે. જો દૈનિક ધોરણે માતા ,પીતા બાળકો સાથે ગુણવતા યુક્ત સમય વ્યતીત કરે અને દિનચર્યા કે તેની અન્ય વિષયો પર દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવી જોઇએ.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: નવીસુંદરપુરીમાં યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું
(News in Gujarati from Divya Bhaskar)