ગઢશીશાના વાડી વિસ્તારમા ચડી આવેલો મગર પકડાયો

News - ત્રણ ફૂટના મગરને દુજાપરની નદીમાં સહી સલામત છોડાયો

Divyabhaskar.com Aug 19, 2018, 02:56 AM IST
ગઢશીશા નખત્રાણા રોડ પર બલરામ ચોકડી પાસે આવેલી વાડીમાં પાણીના હોજમાં એક સપ્તાહ પહેલાં આવી ચડેલા મગરને પકડીને દુજાપરની નદીમાં છોડી દેવાયો હતો.

નવિન પોકારની વાડીના હોજમાં સાતેક દિવસ પહેલા મગર ઘૂસી આવયો હતો અને હોજને આશ્રયસ્થાન બનાવી લીધું હતું. વાડી માલિની નજરે ચડતાં તેમણે રાઉંડ ફોરેસ્ટર રાજેન્દ્રગિરી ગોસ્વામીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને લોકોની મદદથી મગરને બહાર કાઢયો હતો. અંદાજે 3 ફુટ લાંબા અને 1 વર્ષ જેટલી ઉમર ધરાવતા મગરને દુજાપર પાસે આવેલી નદીમા સલામત રીતે છોડવામા આવયો હતો. હરેશ પટેલ, મહેન્દ્ર પટેલ, જયેશ ઠક્કર, મણિલાલ પટેલ, રસિક પટેલ,હિતેશ પટેલ,અંકિત ગોસ્વામી આ કાર્યમાં જોડાયા હતા.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગઢશીશાના વાડી વિસ્તારમા ચડી આવેલો મગર પકડાયો
(News in Gujarati from Divya Bhaskar)