Loading...

ગઢશીશામાં વારંવાર થતો ટ્રાફિક માથાના દુખાવા સમાન

વાહનોની અવર-જવર વધતા હેરાનગતી

Divya Bhaskar Aug 06, 2018, 02:55 AM
ગઢસીસામાં અવાર નવાર ટ્રાફિક જામ થતા ખુબજ સમસ્યા સર્જાય છે. ગઢસીસા ગામમાં દિવસા દિવસ વાહનની અવર જવર વધતા દરરોજ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. તાલુકા બનવાને લાયક માંડવી તાલુકાનાં સૌથી મોટા ગામ ગઢસીસા 40 જેટલા ગામનું સેન્ટર બની જવા પામ્યું છે. લોકો વેપાર માટે કે હોસ્પિટલનાં કામે ગઢસીસા આવતાં હોય છે. તેમજ ગઢસીસામાં સુપ્રસિદ્ધ યાત્રાધામો પણ આવેલા છે ત્યારે અહી વાહનોનાં ટ્રાફિકનાં લીધે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ગઢસીસામાં આવેલા મેઈન રોડ, બસ સ્ટેન્ડ, બેન્ક વિસ્તાર જેવા લોકોથી ભરચક વિસ્તારમાં લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા અન્ય વાહનચાલકોને ખૂબ જ તકલીફ થાય છે તેવું લોકોએ જણાવ્યું હતું. આ બાબતે તંત્રએ આ સમસ્યાનો તુરંત જ હલ કરવો જોઈએ એવો ગામલોકોનો આગ્રહ જોવા મળ્યો હતો.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગઢશીશામાં વારંવાર થતો ટ્રાફિક માથાના દુખાવા સમાન
(News in Gujarati from Divya Bhaskar)