Loading...

ગઢશીશાની હાઇસ્કૂલમાં તરૂણી મેળા સાથે સ્વાસ્થ્ય ચકાસાયું

સ્થાનિક-મુંબઇ મહાજન દ્વારા આયોજનને બિરદાવાયું

Divya Bhaskar Aug 14, 2018, 02:30 AM
ગઢશીશાની પૂંજાણી હાઇસ્કૂલમાં અદાણી મેડિકલ કોલેજ તેમજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ કેમ્પમાં તરૂણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી તેમજ તરૂણાવસ્થામાં ઉદ્દભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમના અતિથિ વિશેષ પદેથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતીબેન પોકારે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. ડો. એન. એન. ભાદરકાએ તરૂણાવસ્થામાં પેદા થતા પ્રશ્નો અને ઉકેલની સમજ આપી હતી. મહાજન પ્રમુખ વિશનજી દેઢિય વીરભદ્રસાગરસૂરીશ્વર મ.સા., પ્રિયંકરસાગર મ.સા.એ આયોજન બિરદાવ્યું હતું. આરંભે આચાર્ય સુરેશ પભટેલે આવકાર આપ્યો હતો. સરપંચ ભાઇલાલ છાભૈયા, રેખાબેન દવે, દેવજી ઉકાણી, સોહિત દેઢિયા, રાજુ ગોસ્વામી, નવીન દેઢિયા, અબ્દુલ રાયમા, પ્રેમચંદ દેઢિયા, હસમુખ નાગડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા શાળાના સ્ટાફે સંભાળી હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગઢશીશાની હાઇસ્કૂલમાં તરૂણી મેળા સાથે સ્વાસ્થ્ય ચકાસાયું
(News in Gujarati from Divya Bhaskar)