ગઢશીશાની પોસ્ટ ઓફીસમાં 15 દિ’થી સર્વર ઠપ થતાં હાલાકી

News - માંડવી તાલુકાના ગઢશીશામાં છેલ્લા 55 વર્ષથી કાર્યરત સબ પોસ્ટ ઓફીસમાં છેલ્લા 15 દિવસથી સર્વર ઠપ રહેવાની સાથે...

Divyabhaskar.com Aug 29, 2018, 02:26 AM IST
માંડવી તાલુકાના ગઢશીશામાં છેલ્લા 55 વર્ષથી કાર્યરત સબ પોસ્ટ ઓફીસમાં છેલ્લા 15 દિવસથી સર્વર ઠપ રહેવાની સાથે અધિકારીઓ દ્વારા ગ્રાહકોની ઉપેક્ષા કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

દરશડી, દેવપૂર, લૂડવા, મક્ડા, મઉ, મમાય મોરા, રામપર-વેકરા, વાડાસર,વડવા, વિરાણીની બ્રાંચ ઓફિસ આ કચેરી હેઠળ આવે છે. 35 જેટલા ગામોને ગઢશીશા સબ પોસ્ટ ઓફીસમા સમાવી લેવાયા છે. 17000 જેટલા બચત ખાતાઓ નોંધાયેલા છે તેમજ દરરોજ 500 થી 700 ટપાલો આવતી હોય છે અને દરેક ગામોનાં પાર્સલ, રજીસ્ટર તથા સ્પીડ પોસ્ટો, સરકારી ટપાલો વગેરે સારા પ્રમાણમા આવતી હોય છે. પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ સાથે પણ ઘણા લોકો જોડાયેલા છે.

પોસ્ટ ઓફીસ માં છેલ્લા 15 દિવસ થી સર્વર ઠપ થઈ જતા લોકોને ભુજ અને માંડવી સુધી પોસ્ટનાં કામ માટે જવું પડે છે. ટેલિફોન નાં બિલ ભરવા માટે અન્ય જગ્યા એ જવું પડે છે. અવાર નવાર આ અંગે ઉપલી કક્ષાએ રજૂઆતો કરાય છે પણ તંત્રના પેટનું પાણી હલતુ નથી. જવાબદાર અધિકારીઓ એ તાત્કાલિક સમસ્યાઓ નું નિવારણ કરવું જોઈએ તેવી પ્રબળ લોક માંગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાના આ જમાનામા પોસ્ટની સેવાઓને પણ જીવંત રાખવી જરૂરી છે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગઢશીશાની પોસ્ટ ઓફીસમાં 15 દિ’થી સર્વર ઠપ થતાં હાલાકી
(News in Gujarati from Divya Bhaskar)