Loading...

Xiaomi Poco F1 લેતાં પહેલા ધ્યાનમાં રાખવા જેવી વાત

21000 રૂપિયાના બજેટમાં મળશે પાવરફુલ પ્રોસેસર, 6 જીબી રેમ અને 4000 mAhની બેટરી

Divya Bhaskar Sep 12, 2018, 04:23 PM
શાઓમી પોકો એફ1

ગેજેટ ડેસ્કઃ શાઓમી એ હાલમાં જ પોતાની સબ-બ્રાન્ડ Poco ઇન્ડિયા સાથે મળીને નવો સ્માર્ટફોન POCO F1 લોન્ચ કર્યો છે. પોકો એફ 1 સ્નેપડ્રેગન 845 પ્રોસેસરવાળો વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. કંપનીનો દાવો છે કે, પહેલા સેલમાં 200 કરોડની કિંમતના સ્માર્ટફોન વેચાયા હતા.

HD વીડિયો
- ફોનના રિવ્યૂ યુનિટ મેળવનારા ટેક રિવ્યૂઅર્સે Poco F1 ની એક ખામી અંગે ધ્યાન દોર્યું છે કે, આ સ્માર્ટફોનમાં HD વીડિયો પ્લે નથી થઇ રહ્યા.
- તેનો ખુલાસો એન્ડ્રોઇડ પ્યોરના રિપોર્ટમાં થયો. રિપોર્ટ અનુસાર, આ સમસ્યાનું સમાધાન સોફ્ટવેર અપડેટ દ્વારા નહીં કરી શકાય.
- ઉલ્લેખનીય છે કે, પોકો એફ1 WideVine L1 ને સપોર્ટ નથી કરતો. જેનો અર્થ છે કે, એમેઝોન, નેટફ્લિક્સ જેવી વીડિયો સ્ટ્રીમિંગ એપના HD વીડિયો આ ફોન પર નહીં ચાલે. જો કે, YouTube ના એચડી વીડિયો પોકો ફોનમાં જોઇ શકાશે.

WideVine લેવલ
વાઇડવાઇડ અલગ-અલગ ડિવાઇસ પર અવેલેબલ વીડિયો કન્ટેન્ટને ચોરી કે પાયરેટ થવાથી બચાવે છે. તેમાં સિક્યોરિટીના ત્રણ લેવલ L3, L2 અને L1 છે. મોટાભાગના સ્માર્ટફોનમાં વાઇડવાઇડનું લેવલ 1 અથવા લેવલ 3 મળે છે. L1 ફોનમાં HD અથવા ફુલ HD વીડિયો પ્લે કરવામાં મદદ કરે છે. જ્યારે પોકો એફ 1માં L3 લેવલ છે. આથી સિલેક્ટેડ સાઇટ્સ પર તમે 540 પિક્સલવાળો વીડિયો જોઇ શકશો. જો કે, કેટલાંક ટેક રિવ્યૂઅર ફોનની કિંમતને ધ્યાનમાં રાખીને આ પોઇન્ટને ઇગ્નોર કરી શકાય તેમ પણ કહી રહ્યા છે.

Xiaomi Poco F1ના ફીચર્સ
- 6.18 ઇંચની આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે
- ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
- 6/8 જીબી રેમ વેરિઅન્ટ
- 64/128/256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 4000 mAhની ક્વીક ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી
- ફોન સાથે ફાસ્ટ ચાર્જર પણ મળશે
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ
- ગ્રેફાઇટ બ્લેક, સ્ટીલ બ્લૂ અને આર્મર્ડ વેરિઅન્ટ્સ

Xiaomi Poco F1ની કિંમત
6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20999 રૂપિયા
6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 રૂપિયા
8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા

આ પણ વાંચોઃ Redmi 6A ભારતમાં લોન્ચ, ખિસ્સાને પરવડે તેવો પાવરફુલ સ્માર્ટફોન

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: શાઓમી પોકો F1 એચડી વીડિયો | Poco F1 problems
(News in Gujarati from Divya Bhaskar)