વીવોનો વધુ એક ધમાકો, વનપ્લસ 6ને ટક્કર આપતો Vivo X23 લોન્ચ

અત્યંત એટ્રેક્ટિવ થ્રી-ડી ગ્લાસ બોડીની સાથે મળશે 8 જીબી રેમ

વીવો X23 આકર્ષક થ્રી-ડી ગ્લાસ બેક ધરાવે છે
Divyabhaskar.com Sep 08, 2018, 03:24 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વિવોએ ભારતમાં Vivo V11 Pro લોન્ચ કર્યા પછી ચીનમાં વધુ એક પાવરફુલ અને આકર્ષક સ્માર્ટફોન Vivo X23 લોન્ચ કર્યો છે. વોટરડ્રોપ ડિસ્પ્લે નૉચ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, થ્રી-ડી ગ્લાસ બોડી અને ફેસ અનલોક Vivo X23ની ખાસિયત છે.

 

Vivo X23ના ફીચર્સ
- 6.41 ઇંચની ફુલ HD+ સુપર એમોલેડ વોટરડ્રોપ ડિસ્પ્લે
- 8 જીબી રેમ
- 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 12+13 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- સ્નેપડ્રેગન 670 પ્રોસેસર
- 3400 mAhની બેટરી
- ફોન સાથે સુપરફાસ્ટ ચાર્જર પણ મળશે
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1

 
Vivo X23 કિંમત
વીવો એક્સ23ને ફેશન ઓરેન્જ, ફેશન પર્પલ, મિડનાઇટ બ્લૂ, ફેન્ટમ પર્પલ અને ફેન્ટમ રેડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનને અંદાજે 36700 રૂપિયામાં વેચવામાં આવશે. ફોનનું વેચાણ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. કિંમત અને ફીચર્સને ધ્યાનમાં રાખતા વીવોએ વનપ્લસ 6ની સીધી ટક્કરમાં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
 

આગળ જુઓ Vivo X23ના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Nubia Z18 લોન્ચ, ઓછી કિંમતમાં મળશે પાવરફુલ પરફોર્મન્સ અને લૂક્સ

 

Share
Next Story

iPhone 2018: લોન્ચ પહેલા સામે આવ્યા 'સસ્તા' આઇફોનના નવા કલર્સ અને કિંમત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: વીવો X23 લોન્ચ | Vivo X23 launched in China
(News in Gujarati from Divya Bhaskar)