લોક એન્ડ્રોઇડ સ્માર્ટફોનને માત્ર અડધી મિનિટમાં અનલોક કરવાની રીત

પિન કે પેટર્ન ભૂલી જાવ તો પણ ટેન્શન નહીં

Divyabhaskar.com Sep 01, 2018, 02:01 PM IST

ગેજેટ ડેસ્કઃ સામાન્ય રીતે ફોનની સેફ્ટી માટે મોટાભાગના લોકો હોમ સ્ક્રીન પર પિન અથવા પેટર્ન પાસવર્ડનો યૂઝ કરતાં હોય છે. આજકાલ ફેસ અનલોક પણ ફીચરનો પણ લોકો યૂઝ કરવા લાગ્યા છે. એક્સપર્ટ્સ અનુસાર પિન કે પેટર્ન કોમ્પ્લિકેટેડ હોય તો જ તે ફોનને વધુ સેફ બનાવશે, પરંતુ ઘણીવાર લોકો ફોનનો પાસવર્ડ ભૂલી જતાં હોય છે. પેટર્ન કે પિન ભૂલી જતાં લોકો ફોનને કેવી રીતે અનલોક કરી શકે તે અંગે અમે અહીં જણાવી રહ્યા છીએ. અહીં જણાવેલ ટ્રિક માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે છે.

 

- સૌથી પહેલા અન્ય બીજા ફોન અથવા કમ્પ્યૂટરથી https://myaccount.google.com/find-your-phone-guide
યુઆરએલ ટાઇપ કરો અથવા ગૂગલમાં find your phone સર્ચ કરો. લિંક પર ક્લિક કરો. પછી જે એન્ડ્રોઇડ ફોનને અનલોક કરવાનો છે તેમાં યૂઝ થતાં જીમેલ એકાઉન્ટથી લોગ-ઇન કરો.
- લોગ ઇન કર્યા પછી તમારી સામે એ તમામ સ્માર્ટફોનનું લિસ્ટ મળી જશે જેમાં તમારું જીમેલ એકાઉન્ટ લોગ-ઇન છે. પછી તે ફોનને સિલેક્ટ કરો જેને તમે અનલોક કરવા ઇચ્છો છો.  
- હવે તમારી સ્ક્રીન પર લોક યોર ફોનનો ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો અને હવે નવો પાસવર્ડ પિન અથવા પેટર્ન તરીકે નાંખો. ત્યારબાદ તમારા ફોનની હોમ સ્ક્રીનનો પાસવર્ડ ચેન્જ થઇ જશે અને તમારો ફોન અનલોક થઇ જશે. જો કે, આ રીતે ફોનને અનલોક કરવા માટે જે ફોનને અનલોક કરવાનો છે તેમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
 
એન્ડ્રોઇડ ફોન અનલોક કરવાની બીજી રીત
બીજી રીત ગૂગલ આસિસ્ટન્ટની મદદથી છે. જો તમે પોતાનું ગૂગલ આસિસ્ટન્ટ પહેલા જ સેટ કરેલું છે અને પોતાનો અવાજ રેકોર્ડ કરેલો છો અને સાથે જ ‘Unlock with voice’ ઓપ્શનને સિલેક્ટ કરેલો હશે તો માત્ર ‘Ok Google’ કહેવાથી તમે સ્માર્ટફોન અનલોક કરી શકશો. 

આ પણ વાંચોઃ એક ફોનમાં બે WhatsApp ચલાવવાની પ્રોસેસ

Share
Next Story

યુવકના ખિસ્સામાં ફાટ્યો જિયો ફોન, ગટરના પાણીથી આગને શાંત કરી બચાવ્યો જીવ, ફોનની બેટરી ફાટતા પહેલા મળતા હોય છે 3 સંકેતો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ફાઇન્ડ યોર લોસ્ટ એન્ડ્રોઇડ ફોન | Google Search to Unclok Android Phone
(News in Gujarati from Divya Bhaskar)